News of Saturday, 12th September 2026
ગુણવંતભાઈ ડેલાવાળાની સેવાની મૂડી આવી (કાલે) જન્મદિનની રૂડી ઘડી...

રાજકોટઃ સેવા પ્રવૃત્તિ થકી આકાશી ઉંચાઈને આંબનારી સરગમ કલબના સુકાની ગુણવંતભાઈ ડેલાવાળાનો તા. ૧૩ સપ્ટેમ્બરને રવિવારે જન્મદિવસ છે. તા.૧૩/૯/૧૯૫૪ના રોજ જન્મેલા ગુણવંતભાઈ આવતીકાલે જીવનના ૭૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સરગમ ક્લબના પ્રમુખ પદે રહીને તેમણે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. ૪૪ વર્ષમાં સરગમના નેજા હેઠળ જુદીજુદી ૫૧ જેટલી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરીને તેમણે રેકોર્ડ સ્થાપ્યો છે. ગુણવંતભાઈએ સેવા એ જ જીવન એ સુત્રને અપનાવી લીધુ છે.
સરગમ કલબના જુદાજુદા ૫૧ પ્રકલ્પોના માધ્યમી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહયા છે. કોરોના કાળમાં પણ તેઓએ ઘણી સેવા કરી છે.સરગમ પરિવાર ૧૫ હજારથી વધુ મેમ્બર ધરાવે છે. હાલમાં તેમના માર્ગદર્શન હેઠળ સેવા ભવન આકાર લઈ રહ્યુ છે.
ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ હેમુગઢવી નાટયગૃહ, રામનાથપરા મુક્તિધામ, ઇન્ડોર સ્ટેડિયમ, ઇવનિગ પોસ્ટ, ૬ આરોગ્ય સંકુલના સંચાલન ઉપરાંત જેન્ટસ, લેડીઝ, બાળકો અને સિનિયર સીટીઝનો માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમની આ સેવા પ્રવૃતિનો દર વર્ષે લાખો લોકો લાભ લઈ રહ્યા છે. તેમની સેવાની નોંધ રેકોર્ડ બુકમાં પણ લેવામાં આવી છે. તેઓ ૬૧ વર્ષથી આર.એસ.એસ.ના સ્વયંસેવક છે અને ૫૧ વર્ષથી જનસંઘ તથા ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા છે.
તેઓ રૂડાના ચેરમેન, ભાજપની કારોબારીના આમંત્રિત સભ્ય, વિજય કોમર્શીયલ બેન્કના ડીરેકટર તેમજ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના ડાયરેક્ટર ઉપરાંત કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય હેઠળના કોપેરિશનમાં ડાયરેક્ટર જેવા હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે. સૌરાષ્ટ્રના વૈષ્ણવ સમાજમાં આગળ પડતું નામ ધરાવતા ગુણવંતભાઈ ડેલાવાળા ગુજરાત ફૂટબોલ એસો.ના ઉપપ્રમુખ પણ છે. રાજકોટ મેટલ મર્ચન્ટ એસોસીએશન ઉપરાંત સમસ્ત ગુજરાત કંસારા સમાજના માજી પ્રમુખ તેમજ શહેરની અનેક જાણીતી સંસ્થાઓ, સંગઠનો સાથે સક્રિય પણે જોડાયેલા છે.
ગુણવંતભાઈ ડેલાવાળાને તમામ પક્ષ સાથે સારા સંબંધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા સાથે પણ તેઓને અંગત પરિચય છે. ઉપરાંત ધર્મગુરુઓ સહિત વિવિધ ક્ષેત્રો સાથે પણ આત્મીયતા ધરાવે છે. તેમણે ૫૦થી વધુ દેશોના પ્રવાસ કર્યા છે. શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૦ ૪૦૮૮૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૪૦.૧૧)
(9:45 AM IST)










