News of Saturday, 30th May 2026
રાજકોટના ગુલમહમદભાઇ જોબણ પર અનીડાવાછડામાં મોટા ભાઇનો હુમલો
પૈસાની લેતીદેતી મામલે ઇશાકભાઇ ઉર્ફે ઘોઘાભાઇ અને સાથેની મહિલા ધોકા-દાંતરડાથી તૂટી પડયાનો આક્ષેપ

રાજકોટ તા. ૩૦: ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર પાસે ખોડીયારનગરમાં રહેતાં ગુલમહમદભાઇ સુલેમાનભાઇ જોબણ (ઉ.વ.૪૭) નામના આધેડ ગઇકાલે લોધીકાના અનીડાવાછડા ગામે હતાં ત્યારે તેના મોટા ભાઇ ઇશાકભાઇ ઉર્ફે ઘોઘાભાઇ અને તેની સાથેની મુક્તાબેને મળી ઢીકાપાટુનો માર મારી ધોકા-દાતરડાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
ગુલમહમદભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે મારો ભાઇ અગાઉ મર્ડરના ગુનામાં જેલમાં હતો અને થોડા મહિના પહેલા છુટયો છે. તેને જામીન પર છોડવવા સહિતના ખર્ચ મેં ભોગવ્યા હોઇ મારે તેની પાસેથી પૈસા લેવાના થતાં હોઇ આ પૈસાની ઉઘરાણી કરવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:16 PM IST)










