<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બૂટલેગરો ફિરોઝ મેણુ-હર્ષદ મહાજનની ૨૦ની ટોળકી સામે ગુજસીટોક : જુઓ વિડિયો

રાજકોટ શહેર-સોરાષ્‍ટ્ર તથા અન્‍ય જીલ્લાઓમાં બહારના રાજ્‍યોમાંથી દારૂ ઠાલવતી આખી સિન્‍ડીકેટને સાણસામાં લેતી શહેર ક્રાઇમ બ્રાંચ : ૯ને પકડી લેવામાં આવ્‍યાઃ ફિરોઝ ઉર્ફે ફિરીયો, ધવલ સાવલીયા, ઇમરાન ઉર્ફે બોબડો, પ્રશાંત ઉર્ફે પાસો અને હર્ષદ ઉર્ફે મહાજન પાસા તળે જેલમાં હોઇ કબ્‍જો મેળવાશેઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીકની સુચના, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને ટીમની કાર્યવાહી : શહેરની સતત ૧૨મી ગેંગ સામે આકરી કાર્યવાહી ૨૦૧૭થી ૨૦૨૬ સુધીમાં ૩૪૨ ગુનાઓમાં સંડોવણી

 

ફિરોઝ ઉર્ફે ફિરીયો મેણુને તાજેતરમાં પીસીબીએ પકડયો હતો

રાજકોટ તા. ૩: શહેર અને સૌરાષ્‍ટ્રના અન્‍ય જિલ્લાઓમાં બહારના રાજ્‍યોમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં આયાત કરી તેનું વેચાણ કરતી સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી (ઓર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ સિન્‍ડીકેટ) વિરૂધ્‍ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગના મુખ્‍ય સૂત્રધારો ફીરોઝ ઉર્ફે ફીરીયો હાસમભાઇ મેણુ તથા હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા અને તેમની ટોળકીના કુલ ૨૦ માણસો સામે ‘ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ એક્‍ટ-૨૦૧૫' (ગુજસીટોક)ની કલમ ૨(૧) (સી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગ દ્વારા વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૨૬ દરમિયાન કુલ ૩૪૨ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્‍યા હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.

 

 શહેર વિસ્‍તારમાં ‘ફીરોઝ ઉર્ફે ફીરીયા સિન્‍ડીકેટ' નામની સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીના સાગરીતો પર કાયદાનો સિકંજો કસવા અને તેની ટોળકી પર નજર રાખવા તથા  ગેરકાયદેસર પ્રવળત્તિઓ નાબૂદ કરવા ઉચ્‍ચ અધિકારીઓઅ સુચના આપી હોઇ  ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને ક્રાઇમ બ્રાન્‍ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.  દરમિયાન ફિરોઝ ઉફૈ ફિરીયો અને હર્ષદ ઉર્ફે મહાજન નામના બે નામચીન બૂટલેગર સિન્‍ડીકેટ રચીને પોતાની  ટોળકી મારફત  રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્‍ય, વલસાડ, વડોદરા ગ્રામ્‍ય, ખેડા, સુરેન્‍દ્રનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્‍યના યુવાધનને નશાના રવાડે ચડાવવા સક્રિય હતી અને આંતરરાજ્‍ય નેટવર્ક ચલાવતી હાોેવાનું સામે આવ્‍યું હતું. આ ટોળકી સતત બહારના રાજ્‍યોમાંથી  જથ્‍થાબંધ દારૂ રાજકોટ શહેર, સોૈરાષ્‍ટ્ર તેમજ અન્‍ય જીલ્લાઓમાં ઠાલવતી હોવાનું ખુલ્‍યું હતું.

આ ટોળકીની આખી સિન્‍ડીકેટ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સુચના આપતાં જેસીપી ચૈતન્‍ય મંડલીકની રાહબરીમાં કાર્યવાહી શરૂ થઇ હતી. તે અંગર્તત વર્ષોથી  દારૂની હેરાફેરી કરતાં ફિરોઝ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ (રહે. કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક-૩) અને સાથી ગુનેગાર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા (રહે. વાઘેશ્વરી કૃપા, વૃંદાવન પાર્ક-૧, ભવાની ચોક, દેવપરા) અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે. આ આખી સિન્‍ડીકેટ ફિરોઝ ઉર્ફે ફિરીયા સિન્‍ડીકેટ તરીકે ઓળખાય છે. આ ગેંગ દ્વારા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૬ સુધીમાં  દારૂ ઉપરાંત ખૂનની કોશિષ, ગંભીર ઇજાઓ કરવી, મંડળી રચી હુમલા કરવા, ધાક ઉભી કરવાી સહિતના ૩૪૨ જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્‍યા છે.

જેથી આ ટોળકીના બે મુખ્‍ય સુત્રધાર ફિરોઝ અને હર્ષદની સાથે બીજા ૧૮ સાગ્રીતો મળી કુલ ૨૦ સામે ગુજસીટોક  હેઠળ ગુનો દાખલ કરાયો છે. હાલ તુર્ત આ ટોળકીના ૯ શખ્‍સોને પકડી લેવાયા છે. જેમાં (૧) ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચૌહાણ (રહે. રાધેશ્‍યામ સોસાયટી શેરી નં.૬, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ), (૨) ધવલ ઉર્ફે શીવ બકુલભાઇ વડનગરા (રહે. કીર્તીધામ સોસાયટી શેરી નં. ૦૧ દેવપરા, રાજકોટ શહેર), (૩) યશપાલસિંહ ધનુભા જાડેજા (રહે. ખાનપર-ધૂનડા) તા.જી.મોરબી), (૪) મનોજ ઉર્ફે શિવો રમેશભાઇ પોબારૂ (રહે. અમળતધારા રેસિડન્‍સી બ્‍લોક નં.૫૫, રેલનગર રાજકોટ), (૫) મોહસીન ઉર્ફે ચિનલો દિલાવરભાઇ કુરેશી (રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી, રાજકોટ), (૬) જય ઉર્ફે જયસન રસીકભાઇ સાવલીયા (રહે. કોઠારીયા રોડ આસોપાલવ સોસાયટી, રાજકોટ), (૭) મોહસીન મહંમદભાઇ ભાયા (રહે. બેડી જામનગર), (૮)  બકુલ ઉર્ફે જગદીશ દિનેશભાઇ નંદેસણીયા (રહે. વઢવાણ જી. સુરેન્‍દ્રનગર) અને (૯) રાહુલ બોદાભાઇ વકાતર (રહે. કણકોટ રોડ, રાજકોટ)ને ઝડપી લઇ વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે.

જ્‍યારે આ ટોળકીના બીજા ૭ પાસા તળે અલગ અલગ જેલમાં હોઇ તેનો કબ્‍જો મેળવવામાં આવશે. આ શખ્‍સોમાં ફિરોઝ ઉર્ફે ફીરીયો હાસમભાઇ મેણુ (મુખ્‍ય સૂત્રધાર, રહે. રાજકોટ શહેર - હાલ અન્‍ય દારૂના ગુનામાં રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે બંધ), ધવલ રસીકભાઇ સાવલીયા (રહે. રાજકોટ શહેર - હાલ અન્‍ય દારૂના ગુનામાં જેલ ખાતે બંધ), ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારુનભાઇ કાલવા (રહે. ભાવનગર - હાલ અન્‍ય દારૂના ગુનામાં ઉમરાળા સબ જેલ ખાતે બંધ), પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઇ પરમાર (રહે. રાજકોટ શહેર - હાલ પાસા હેઠળ વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે બંધ), હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા (મુખ્‍ય સુત્રધાર, રહે. રાજકોટ શહેર - હાલ શાપર ગુનામાં સાબરમતી જેલ ખાતે બંધ) છે. આ બધાનો ટ્રાન્‍સફર વોરન્‍ટથી ગુજસીટોકના ગુનામાં કબ્‍જો મેળવવામાં આવશે.

સંગઠીત બૂટલેગર ગેંગને નેસ્‍તનાબૂદ કરવા માટેની કામગીરી ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ સી. બી. જાડેજા, વી. ડી. ડોડીયા, એ. એન. પરમાર, એસ. એમ. રાણા, ડી. પી. ઝાલા, વી. ડી. રાવલીયા અને ટીમે કરી છે. નોંધનીય છે કે ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરની સતત ૧૨મી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઇ છે. જેમાં આ ગેંગ પણ સામેલ છે. (૧૪.૧૨)

 

(5:57 PM IST)