તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
યાદો અને લાગણી સાથે જોડશે ગુજરાતી ફિલ્મ ‘મિત્રતા'
આગામી ૨૫ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રજુ થશે : અભિનેતા વિશાલ પારેખ અને દીપ વૈદ્ય અકિલાની મુલાકાતે : મિત્રતામાં જાતી-ધર્મ-પૈસા-ઊંચ-નીચ દેખાતા નથીઃ દીપ વૈદ્ય : સારી ફિલ્મોને પ્રેક્ષકો નથી મળતાઃ વિશાલ પારેખ

રાજકોટઃ તા.૨૩: ગુજરાતી સિનેમા મિત્રતાના સુંદર અને સર્વવ્યાપક સંબંધને કેન્દ્રમાં રાખીને નવી ફિલ્મ ‘‘મિત્રતા'' આગામી તા.૨૫ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ઓનીલ કર્ણિક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિરાજ ઘેલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ અને વિશ્વા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનાં વિશાલ પારેખ અને દિપ વૈદ્ય અકિલા ખાતે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ વિશે માહિતી આપી હતી.
બંને કલાકારોએ જણાવ્યું કે, આ ‘‘મિત્રતા'' ત્રણ મિત્રોની વાર્તા છે. બાળપણનાં મિત્રો સાથે મોટા થાય છે ખાસ કરીને કોલેજ લાઇફ વધુ સાથે ગાળે છે. ત્રણેય વચ્ચેની ગાઢ મિત્રતા પર ફોકસ કરાયું છે. આ મિત્રતામાં જાત, ધર્મ, પૈસા, ઊંચ-નીચ દેખાતું નથી. આ ત્રણેયની મિત્રતાનો આધારએ નાની-નાની બાબતો છે જે મિત્રતાને ખાસ બનાવે છે. એક બીજા સાથેની મસ્તી, અંદરની વાતો, સાહસો, નાની મોટી તકરાર સાથે હસવાની ક્ષણો અને જરૂર પડે ત્યારે એકબીજાની પડખે ઊભા રહેવાની લાગણી આ ફિલ્મમાં દશર્ાાવાયા છે.
વિશાલ પારેખ અને દીપ વૈદ્યએ જણાવ્યું કે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો બની રહી છે પણ સારી ફિલ્મોને પ્રેક્ષકો નથી મળતા. આ ‘‘મિત્રતા'' ફિલ્મમાં મિત્રોની દુનિયાની મસ્તી, એકબીજા સાથેની નોકજોક અને સંબંધોની લાગણીસભર બાજુની ઝલક જોવા મળશે. ફિલ્મનાં પ્રચારમાં ‘‘મિત્રતામાં હિસાબ નથી હોતો, બસ એકબીજાનો સાથ હોય છે'' એવો ભાવ રજુ કરવામં આવ્યો છે.
‘‘મિત્રતા'' ફિલ્મનું ૮૦ ટકા શૂટીંગ સૂરતમાં અને ૨૦ ટકા દિવમાં કરવામાં આવ્યું છે જે ૩૦ દિવસ ચાલેલું વિશાલ પારેખ અને દીપ વૈદ્યએ જણાવ્યું કે, શૂટીંગ વખતે અમે મિત્રોએ એકબીજા સાથે ખુબ જ પ્રેન્ક કર્યા અને મસ્તી કરી છે. મારી દ્રષ્ટિએ સાચી મિત્રાની વ્યાખ્યા એ છે કે કોઇને કામ માટે ફોન કરો ત્યારે તે શું કામ છે તે પૂછે નહીં પણ સીધો પહોંચી જાય તે સાચો મિત્ર.
ગુજરાતી ફિલ્મ લાલોની સફળતા બાદ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ અને પાર્થિવ ગોહિલનાં સોલ સૂત્રનાં બેનર હેઠળ આ ‘‘મિત્રતા'' ફિલ્મ બની છે. દિગ્દર્શક ઓનીલ કર્ણિકની આ પ્રથમ ફિલ્મ છે.
આજના સમયમાં સોશ્યિલ મીડિયા ઝડપી જીવનશૈલી વચ્ચે જૂની મિત્રતા જાળવી રાખવી સરળ નથી ‘‘મિત્રતા'' ફિલ્મ આ જ સંબંધને મનોરંજન અને લાગણીના માધયમથી રજૂ કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં હાસ્ય, યુવા ઊર્જા, સંબંધો અને ભાવનાઓનો સમન્વય જોવા મળશે.
આગામી તા.૨૫ સપ્ટેમ્બરે રજુ થનાર ફિલ્મ ‘‘મિત્રતા''નાં લેખક ભાવિક પંડયા છે જ્યારે વિરાજ ઘેલાણીએ અભિન પંડયા, દીપ વૈદ્યએ મોક્ષ દેસાઇ, વિશાલ પારેખે વેદ જોશી તરીકે પા્ર ભજવ્યા છે. જોકે ફિલ્મને પ્રેક્ષકોનો અંતિમ પ્રતિસાદ ૨૫ સપ્ટેમ્બરના રિલીઝ પછી જ સ્પષ્ટ થશે.(૪૧.૧૩)
માનસી પારેખ - પાર્થિવ ગોહિલની નવી રજૂઆત
‘મિત્રતા'નું નિર્માણ અભિનેત્રી નિર્માતા માનસી પારેખ અને ગાયક નિર્માતા પાર્થિવ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે. સોલસૂત્ર સ્ટુડિયોઝનાં આ પ્રોજેક્ટમાં મિત્રતાનો મુખ્ય વિષય બનાવવામાં આવ્યો છે. માનસી પારેખે ફિલ્મને પોતાનાં માટે ખાસ ગણાવી છે. તેઓનાં મતે મિત્રતા એક એવો સંબંધ છે જે ઉંમર, જગ્યા અને પરિસ્થિતિથી પર છે. મિત્રતા દ્વારા આજ લાગણીની ઉજવણી કરવાનો પ્રયાસ કર્યો છે. ૨૫ સપ્ટેમ્બરે ગુજરાતનાં વિવિધ શહેરોનાં સિનેમાઘરોમાં ‘મિત્રતા' પ્રેક્ષકોને માણવા મળશે.
રાજકોટવાસીઓ ‘‘મિત્રતા'' ખાસ જુએ...!
અકિલા ખાતે મિત્રતા ફિલ્મનાં કલાકારો વિશાલ પારેખ અને દીપ વૈદ્યએ જણાવ્યું હતું કે, ‘‘મિત્રતા'' ફિલ્મમાં જે ત્રણ મિત્રની વાર્તા છે તેમાં એક મિત્રનો અંશ રાજકોટીયન જેવો જ રાખ્યો છે. ફિલ્મમાં મિત્રોનો ટોન રાજકોટનાં મિત્રોની ભાષાને સ્પર્શતો રખાયો છે. આ લહેકો જોવાની રાજકોટીઓએ મિત્રતા ફિલ્મ ખાસ નિહાળવાની વિનંતી કલાકારોએ કરી હતી.
(4:18 PM IST)










