<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

GSNRGF-ગાંધીનગર અને NRG સેન્‍ટર- રાજકોટ દ્વારા વિદેશમાં લગ્ન ઇચ્‍છુકો માટે માર્ગદર્શન સેમિનાર

વિદેશમાં વસવાટ કરતા પાત્ર સાથે માત્ર વિદેશમાં રહેવાના આધારે લગ્નનો નિર્ણય ન લેવોઃ પૂરતી તપાસ, સાવચેતી અને વિચારવિમર્શ બાદ જ આગળ વધવું આવશ્‍યકઃ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વરિષ્‍ઠ એડવોકેટ પ્રીતિ જોશી

રાજકોટઃ તા.૫,ગુજરાત સ્‍ટેટ નોન-રેસિડેન્‍ટ ગુજરાતીઝ ફાઉન્‍ડેશન, ગાંધીનગર તથા NRGસેન્‍ટર, રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે અર્પિત ગ્રુપ ઓફ સ્‍કૂલ એન્‍ડ કોલેજ, રાજકોટ-મોરબી હાઇવે, હડાળા, ખાતે ‘વિદેશમાં લગ્ન અંગે જાગળતતા (Deliberation about Marriage Abroad) વિષય પર કોલેજની વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સૌરાષ્‍ટ્ર મેડિકલ એન્‍ડ એજ્‍યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત NRG સેન્‍ટર રાજકોટના ચેરપેર્સન અને પ્રોજેક્‍ટ ‘લાઈફ' ના જોઈન્‍ટ એક્‍ઝીકયુટીવ ટ્રસ્‍ટી અને CEO  મિત્તલ કોટિચા શાહે જણાવ્‍યું હતું કે, વિદેશમાં લગ્ન કરવા ઇચ્‍છુક યુવક-યુવતીઓ તથા તેમના વાલીઓને લગ્ન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, જરૂરી દસ્‍તાવેજો, પાત્રની પળષ્ઠભૂમિની ચકાસણી અને લગ્ન પહેલાં રાખવાની આવશ્‍યક સાવચેતીઓ અંગે જાગળત કરવાનો આ સેમિનારનો મુખ્‍ય ઉદ્દેશ છે, જેથી લગ્નોત્‍સુક વ્‍યક્‍તિઓ પૂરતી માહિતી અને સમજણના આધારે જવાબદારીપૂર્વક નિર્ણય લઈ શકે. આ પ્રસંગે ગુજરાત સ્‍ટેટ નોન-રેસિડેન્‍ટ ગુજરાતીઝ ફાઉન્‍ડેશન, ગાંધીનગરથી ખાસ ઉપસ્‍થિત રહેલા મામલતદાર ચૈતન્‍ય સંઘાણીએ ફાઉન્‍ડેશનના ઉદ્દેશો, NRG સેન્‍ટરોની ભૂમિકા અને વિદેશમાં લગ્ન અંગે જાગળતિ કેળવતા આવા માર્ગદર્શન સેમિનારોની ઉપયોગિતા વિશે વિસ્‍તળત માહિતી આપી હતી.  સેમિનારના મુખ્‍ય વક્‍તા તરીકે ગુજરાત હાઇકોર્ટ તથા ભારતની સર્વોચ્‍ચ અદાલતનાં એડવોકેટ  પ્રીતિ જોશીએ વિદેશમાં લગ્ન સંબંધિત કાયદાકીય બાબતો અંગે વિસ્‍તળત અને માર્ગદર્શક વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું. તેમણે લગ્ન પહેલાં પાત્ર તથા તેના પરિવારની યોગ્‍ય તપાસ, જરૂરી દસ્‍તાવેજોની ખરાઈ, કાયદાકીય અધિકારો અને સંભવિત જોખમો અંગે સમજણ આપી હતી.  NRGસેન્‍ટર રાજકોટના સેક્રેટરી અને પ્રોજેક્‍ટ ‘લાઈફ' ના ચીફ ડેવલપમેન્‍ટ એન્‍ડ ઓપરેટીંગ ઓફિસર  ઋષિકેશભાઇ પંડ્‍યાએ જણાવ્‍યું કે ભારત સરકારના બિન-ગુજરાતી તેમજ વિદેશસ્‍થ ભારતીયો સાથે સંપર્ક અને જોડાણને પ્રોત્‍સાહન આપવાના અભિગમ તથા ગુજરાત સરકારની પહેલના ભાગરૂપે કાર્યરત નોન-રેસિડેન્‍ટ ગુજરાતીઝ (NRG) સેન્‍ટરો દ્વારા વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમના વતન વચ્‍ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રવળત્તિઓ હાથ ધરવામાં આવે છે. કાર્યક્રમના અંતે કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. નવીન કુમારે આભારવિધિ કરી હતી. રાષ્‍ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમમાં ચૈતન્‍ય સંઘાણી, ઋષિકેશ પંડ્‍યા, કરશનભાઈ લીંબાસિયા, પ્રીતિ જોશી, ડાઙ્ઘ. નવીન કુમાર, એન્‍જિનિયરિંગ વિભાગના ડિરેક્‍ટર ડો. પંકજ ચરોલા, ર્નસિંગ વિભાગનાં પ્રિન્‍સિપાલ ડો. સુધારાણી તથા BHMS વિભાગના પ્રિન્‍સિપાલ ડો. આનંદ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.(-માહિતી ખાતુ-રાજકોટ)

(4:18 PM IST)