તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજના સમુહ લગ્નોત્સવ
શ્રી આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજન : ૧૧ નવદંપતિઓ શાસ્ત્રોકત વિધિથી લગ્નજીવનમાં પદાર્પણ કરશે, દિકરીઓને કરિયાવરમાં ૧૦૧થી વધુ વસ્તુઓ અર્પણ કરીને અંતરના ઉમળકાથી સાસરે વળાવાશે : સંતો-મહંતો આર્શીવચન આપશે : શિક્ષણ સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે શ્રી આઇધામ ખાતે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશેઃ ચારણીયા સમાજના યુવાનો-વડીલમાં મોગલનાં આંગણે વ્યસનો અને કુરિવાજોને તિલાંજલી આપવાનો સંકલ્પ લેશે

રાજકોટ : વાંકાનેર-બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર વડલી ચોકી જારીડાનાં પાટીયા પાસે સમસ્ત ચારણીયા સમાજના આત્મગૌરવનાં પ્રતિક સમાન દિવ્ય ‘શ્રી આઇધામ' (મોગલ મંદિર) ખાતે આઇશ્રી મોગલ માતાજી બીરાજમાન છે. જયાં આગામી તા. ૧૦ રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો ભવ્ય દ્વિતીય સમુહ લગ્નોત્સવ યોજવામાં આવનાર છે.
આ સમુહલગ્નમાં ચારણીયા સમાજનાં આર્થિક રીતે નબળા જરૂરીયાતમંદ પરિવારોના ૧૧ નવદંપતિઓ શાષાોક્ત વિધીથી લગ્નજીવનમાં પદાર્પણ કરશે. દરેક કન્યાઓને કરિયાવરમાં ૧૦૧થી વધુ ગૃહઉપયોગી વસ્તુઓ અર્પણ કરીને અંતરના ઉમળકાથી સાસરે વળાવશે. આ પ્રસંગે સવારે ૬ વાગ્યે વાજતે-ગાજતે દરેક જાનનું આગમન થશે અને સામૈયા કરવામાં આવશે. બાદમાં ૭ વાગ્યે વિધિ-વિધાન સાથે મંડપ રોપણ કરાશે. સવારે ૧૦ વાગ્યે વર-કન્યાના હસ્ત મેળાપ સહિત ચારણીયા સમાજની પરંપરાગત શાષાોક્ત લગ્નવિધિ સંપન્ન થશે. આ દરમિયાન સવારે ૧૧ વાગ્યાથી ૧:૩૦ વાગ્યા સુધી શુધ્ધ ઘીનાં લાપસી પ્રસાદ સહિતનો ભોજન સમારંભ પણ યોજાશે.
આ પાવન પ્રસંગે પૂ. સામંતબાપુ (મોગલધામ-કબરાઉ), સામંતભાઇ ઘાંઘણીયા (ટ્રસ્ટી મોગલધામ-ભીમરાણા-ઓખા) રામભાઇ કામળીયા (ટ્રસ્ટી મોગલધામ-ભગુડા), દેવાયત આતા કારંગીયા (મોગલધામ-ગેલાણા, કેશોદ), કમાભાઇ ખરા (મોગલધામ-વડપાંસરા, હાલાર), દિલીપસિંહ પરમાર (મોગલધામ-રાણેસર, ભાયલા), હરેશભાઇ દાણા (મેલડી માં મંદિર-કીડીધામ), પૂ. મહંતશ્રી બંસીદાસ બાપુ (આપા જાલાની જગ્યા, મેસરીયા), પૂ. સીતારામબાપુ (મોલડી, ચોટીલા) આર્શીવચન પાઠવશે.
કેશરીદેવસિંહજી ઝાલા (સાંસદ, રાજયસભા, વાંકાનેર), મુકેશકુમાર એન. પટેલ (એસ.પી.-મોરબી) પદ્મશ્રી શાહબુદીન રાઠોડ (હાસ્ય કલાકાર, થાનગઢ), જીતુભાઇ સોમાણી (ધારાસભ્ય, ૬૭-વાંકાનેર-કુવાડવા મત વિસ્તાર), માયાભાઇ આહિર (લોકસાહિત્યકાર, મહુવા) નવઘણભાઇ મુંધવા (પ્રમુખ નાગલધામ ગૃપ-નાના ચીલોડા), પાલુભા ગઢવી (ગેલવા) (ભજનાનંદી, ભચાઉ), વી.ડી. સાકરીયા (ડેપ્યુટી કલેકટર, વાંકાનેર), એ. એમ. છાસીયા (નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ, મોરબી), કે.વી. સાનીયા (મામલતદાર, વાંકાનેર), બી.વી. પટેલ (પી.આઇ. વાંકાનેર), એલ.એ. ભર્ગા (તાલુકા પી.એસ.આઇ., વાંકાનેર), એગ્જીનીયસ ગૃપ ઓફ કંપની (ઉદ્યોગપતિ રંગપર), દેવાનંદભા ચારણ (માજી પ્રમુખ, અખીલ જનરલ ચારણ સમાજ, અમદાવાદ), ભરતભાઇ રાણાભાઇ મકવાણા (સરપંચ, રંગપર), ગોપાલભાઇ સામંતભાઇ ચૌહાણ (સરપંચ, જાલીડા), રિધ્ધિબેન રામાવત (તલાટી-કમ-મંત્રી, જાલીડા/રંગપર) ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે આઇશ્રી મોગલ માતાજી મંદિરના આંગણે ચારણીયા સમાજના યુવાનો, વડીલો વ્યસનો અને કુરિવાજોને તિલાંજલી આપવાનો સામુહિક સંકલ્પ લેશે. આ સાથે ચારણીયા સમાજમાં શિક્ષણ, સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે શ્રી આઇધામ ખાતે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશે. આ સમગ્ર સમુહ લગ્નોત્સવ કાર્યક્રમનું સંકલન ચારણીયા સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.
આ અંગે વધુ માહિતી માટે મો. નં. ૯૬૦૧૪ર૪૮૪૩ / ૯૮રપ૦૭૭૧૯૭ ઉપર સંપર્ક કરી શકાય છે.
(3:17 PM IST)










