તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
આસુરી શકિત પર દૈવી શક્તિના વિજયના પર્વ વિજયાદશમીની શુભેચ્છા : ઉદય કાનગડ
શહેરીજનોને શુભકામના પાઠવતા રાજકોટ-૬૮ના ધારાસભ્ય

રાજકોટઃ નવલી નવરાત્રી પર્વનું સમાપન થયુ છે ત્યારે શહેરીજનોને અધર્મ પર ધર્મનો અને આસુરી શકિત પર દૈવી શક્તિના વિજયના પર્વ વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા વિધાનસભા-૬૮ ના ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે દશેરાના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે, માં અંબાએ મહિષાસુરનો વધ કરવા માટે તેની સાથે નવ દિવસ યુધ્ધ કર્યુ. દશમા દિવસે માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ વિજયગાથાની ખુશીમાં દર વર્ષે મીઠાઈ આરોગીને દશેરાની ઉજવણી કરાય છે. આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. આ દિવસે ક્ષત્રીયો શષાપૂજન કરી મોટી સવારી કાઢી વિજયકૂચ કરતા હતા. વિજયા દશમી સાથે જોડાયેલી સૌથી જાણીતી પૌરાણિક કથા રામાયણની છે. લંકાના રાજા રાવણએ માતા સીતાનું હરણ કર્યું હતું. ત્યારબાદ ભગવાનશ્રી રામે વાનર સેનાની સહાયથી લંકા પર ચઢાઈ કરી અને રાવણનો વધ કરીને અધર્મનો અંત આણ્યો હતો. આ પ્રસંગની સ્મળતિમાં દશેરાના દિવસે અનેક સ્થળોએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાંનું દહન કરવામાં આવે છે. રામલીલાના નાટયપ્રયોગા દ્વારા ભગવાન શ્રીરામના જીવન અને આદર્શોને લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ હેઠળ રામરાજયના આદર્શોને સાકાર કરવાની દિશામાં દેશ સતત આગળ વધી રહ્યો છે ત્યારે વિજયાદશમી એ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ સમાજ જીવનમાં ન્યાય, સત્ય, શાંતિ અને સુશાસનના સંદેશને વધુ પ્રબળ બનાવે છે ત્યારે કોઈપણ મનુષ્ય પૂર્ણ નથી હોતો. કોઈને કોઈ અવગુણ તો હોય જ છે, જેમાં કામ, ક્રોધ, અસત્ય, ઈર્ષ્યા, લોભ-લાલચ ત્યારે કોઈપણ આંતરિક દુષ્ટતાને દૂર કરવી એ સ્વ વિજય છે. અંતમાં રાવણરૂપી આસુરી તત્વો પર રામરૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીના પર્વ વિજયાદશમીની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડએ જણાવેલ હતું.
(3:29 PM IST)










