તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
પૂ. શ્રી ઓમકારશ્રીજી મ.સ.ની ૩૧ ઉપવાસની મહાન તપશ્ચયા

રાજકોટ :. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી, આદિ ઠાણા-૧૧ ના શૌર્યભાવ ચાતુર્માસમાં શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટમાં પ્રથમ વખત કોઇ સંત-સતીજીઓમાં શ્રી ઓમકાર શ્રીજી મહાસતીજીએ આજે તા. ૧૯ ના ઉપવાસના કળશ પચ્ચકખાણ પૂ. આચાર્ય ગુરૂદેવશ્રીના શ્રીમુખે ગ્રહણ કર્યા હતાં.
અજરામર ઉપાશ્રયમાં તપ અભિવંદના કાર્યક્રમમાં સકલ સંઘ સાથે પારેખ પરિવાર અને સંઘવી પરિવારે ઓમકાર ભાવ તપ, સાધિકા, મહાસતીજીને પ્રદશિણા, કરી, ગુરૂ પૂજન કર્યુ હતું.
આ પ્રસંગે અરિહંત અનુકંપા ગ્રુપ તરફથી ૧૦૧, મોટા અબોલાજીવોને કતલખાનેથી છોડાવી રાજકોટ પાંજરાપોળમાં નિભાવ ફંડ સાથે મૂકવામાં આવેલ.
પૂ. છોટે ગુરૂદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામીએ ઓમકારશ્રીજીના ૩૧ ઉપવાસ, ૭૪૪ કલાક, ૪૪૬૬૦ મિનીટ, ર૬,૭૮,૪૦૦ સેકન્ડની આ ભાવ તપ સાધનાની અનુમોદના કરી આશીર્વચન આપ્યા હતાં.
આ પ્રસંગે માતુશ્રી પ્રભાબેન કાંતિલાલ પારેખ અને માતુશ્રી પ્રભાબેન શાંતિલાલ સંઘવી પરિવાર તરફથી પ્રભાવના રાખવામાં આવેલ. આવતીકાલે રસપાન-પારણા પહેલા સવારે ૮-૩૦ વાગે સામૂહિક સામાયિક રાખેલ છે. અને ૯-૩૦ ના આ ૩૧ ઉપવાસના પારણાં રાખવામાં આવેલ છે.
સંઘ પ્રમુખ મધુકાન્તભાઇ ખંધારે રાજકોટમાં દીક્ષિત થયેલા આ સંઘવી પરિવારના તપ સાધિકાને શુભેચ્છા અર્પણ કરી હતી.
(2:46 PM IST)










