<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

કલબ યુવીમાં કાલે ભવ્‍ય મહા આરતીઃ પાટીદારોમાં અનેરો ઉત્‍સાહ

લેસર શો, પુષ્‍પવર્ષા, આતશબાજી, વૈદીક મંત્રોચ્‍ચાર દ્વારા મા ઉમિયાની આરતી કરાશે સૌરાષ્ટ્રભરના પાટીદાર સંસ્‍થા, અગ્રણીઓ, શ્રેષ્‍ઠીઓ, ઉદ્યોગપતિઓ જોડાશેઃ દરરોજ કેટેગરી વાઇસ વિજેતા જાહેર, મહાનુભાવોના હસ્‍તે ઇનામોની વણઝાર

રાજકોટઃ ઉમિયાધામ સિદસર પ્રેરીત સેકન્‍ડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે કલબ યુવી રાસોત્‍સવની રંગત જમાવટ લઇ રહી છે.  કડવા પાટીદાર પરિવારોમાં આઠમનું નોરતું મા ઉમિયાના નોરતા તરીકે ઉજવાય છે. ઘેર-ઘેર નૈવૈદ્ય તથા આરતી પૂજન દ્વારા મા ઉમિયાની આરાધના કરાય છે. કલબ યુવીમાં કાલે તા. ૧૮ ને રવિવારે આઠમા નોરતે કડવા પાટીદાર કુળદેવી જગત જનની મા ઉમિયાની મહાઆરતી યોજાશે. જેમાં ઉમિયા પરિવાર રાજકોટની વિવિધ સંસ્‍થાઓ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો, પાટીદાર ભાઇઓ-બહેનો જોડાશે. કાશી વિશ્વનાથથી આવેલા બ્રાહમણો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર, દિવડાઓ પ્રજવલીત કરી મા ઉમિયાની આરતી કરાશે, રંગબેરંગી લાઈટીંગનો ભવ્‍ય લેસર શો દ્વારા અદભૂત દશ્‍ય રચાશે. ડોન દ્વારા એલઇડી સ્‍ક્રિન પર આકાશ માં એનીમેશન સાથે મા ઉમિયાનું અવતરણ, ડ્રોન ત્રિશુલની ઝાંખી પ્રર્દશીત કરાશે. કેરલીયન કલાકારો દ્રારા પારંપરીક સ્‍વાગત નૃત્‍યની પ્રસ્‍તુતી, મા ઉમિયાના મંદિરમાં માતાજીના નવ સ્‍વરૂપોની ઝાંખી, પુષ્‍પવર્ષા કરવામાં આવશે. માતાજીની આરતી દરમ્‍યાન ગ્રાઉન્‍ડના ખલૈયાઓ તેમજ દર્શકો દ્વારા મોબાઇલની ફલેશ લાઈટ દ્રારા જોડાશે.

છઠ્ઠા નોરતે કલબ યુવીના મુન્નાભાઈ ઘેટીયા, ગોકુલ નમકીનના પ્રફુલભાઈ હદવાણી, શિલ્‍પન સંસ્‍કૃતિ ગ્રુપના ઋષિત ગોવાણી, સમીર કાલરીયા, ભરતભાઇ ડઢાણીયા, શૈલેષભાઈ ભાલોડીયા, ડીસીપી હેતલબેન પટેલ, દિકરાનું ધરના મુકેશભાઈ દોશી, કીરીટભાઈ આદ્રોજા, નલીનભાઈ તન્ના, નીદીત બારોટ, અમીતભાઈ ત્રાંબડીયા, ઉમાવરીષ્ઠ પરિવાર ચેરી. ટ્રસ્‍ટના પ્રવીણભાઈ ભુવા, સહીતના એ માતાજીની આરતીનો લ્‍હાવો લીધો હતો. ેધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહ, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, પ્રદેશયુવા મોરચાના મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ, પ્રદેશ મંત્રી જય શાહ, તથા કોંગેસ અગ્રણી અશોકસિહ વાઘેલા તથા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, વિશ્વ હિન્‍દુ પરીષદની ટીમ, કોળી સમાજની યુવા ટીમ મહેમાન બની હતી.

છઠ્ઠા નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પિન્‍સેસ વરીશા ધમસાણીયા, નેન્‍સી વડાલીયા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ નિલકંઠ વૈશ્નાણી, હિતાંશ લાડાણી ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ મીસ્‍ટી અઘેરા, દિશા સાવલીયા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ માધવન મોટેરીયા, અંશ હિસુ, એડલ્‍ટ વેલ ડ્રેસ પ્રિન્‍સેસ ખુશાલી વેકીરીયા, શ્રેયા બોડા, આરના દુદાણી, વેલ ડ્રેસ પ્રિન્‍સ શાન સવસાણી, જીજ્ઞેશ જાવીયા, તીર્થ કનેરીયા, પ્રિન્‍સેસ તરીકે આધ્‍યા માકડીયા, પીનલ છત્રાલા, હેત્‍વી કણસાગરા, પ્રિન્‍સ તરીકે યુગ ધરસંડીયા, દક્ષ કાલરીયા, ભાલોડીયા આશીત વિજેતા બન્‍યા હતા. નવરાત્રી મહોત્‍સવ માં સાતમા નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પિન્‍સેસ વિશ્વા કાલરીયા, ગોંડલીયા ઋતુ,, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ લાડાણી અર્થવ, પ્રીત પટેલ, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ ક્રિશી પટેલ, સાકરવાડીયા પ્રાંજલ, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ ક્રિશીલ ગરાળા, કુંજ આદ્રોજા, એડલ્‍ટ વેલ ડ્રેસ પ્રિન્‍સેસ રીના વાછાણી, માહી કનેરીયા, જાનવી દેત્રોજા, વેલ ડ્રેસ પ્રિન્‍સ મારડીયા શિવમ્‌, ભવ્‍ય ભાલોડીયા, વત્‍સલ પનારા, પ્રિન્‍સેસ તરીકે સાપોવડીયા ધાર્મી, પીહુ ખાનપરા, ક્રિષ્‍ના ત્રાંબડીયા, પ્રિન્‍સ તરીકે ત્રાંબડીયા અયાન, કાવઠીયા મૌલીક, ધૈર્ય ભૂત વિજેતા બન્‍યા હતા. કલબ યુવીના વિજેતા ખેલૈયાઓને ગોપીનાથ ગ્રુપના જયવન માકડીયા તથા માધવીબેન, દિપ ચનીયારા તથા ભૂમીબેન, તીરૂપતી પોલીફલેકસના રોહીતભાઈ પનારા તથા નીશાબેન, હરેશભાઈ કનેરીયા તથા સોનીયાબેન, રાજુભાઈ કાસુન્‍દ્રા તથા કાજલબેન કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, મુન્નાભાઈ ઘેટીયા, ડો. કલ્‍પેશભાઇ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા તથા ૧૦૮ ની ટીમે ઇનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા

(3:30 PM IST)