તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આવેલ આંબેડકર નગરમાં દરોડો માલવીયાનગર પોલીસે વિદેશી દારૂ સાથે નાનજી રાખશિયાને પકડ્યો
ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની સૂચના મુજબ પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઈ મારૂ અને ટીમનો કૃણાલસિંહ, મનીષભાઈની બતમીથી દરોડો

રાજકોટ: શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને આંબેડકર નગર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સન3 પકડી લીધો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર (ઝોન-૨) રાકેશ દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર (દક્ષિણ વિભાગ) બી.જે.ચૌધરી દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે આ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. કે.ડી.મારુ તથા તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પો.હેડ કોન્સ. કૃણાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. મનિષભાઈ સોઢીયાને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આવેલ આંબેડકર નગર શેરી નં. ૧માં ગઢવી સાહેબના દવાખાના પાસે રહેતો નાનજીભાઈ બેચરભાઈ રાખશીયા નામનો શખ્સ અંગ્રેજી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે..
પોલીસે બાતમીવાળી જગ્યાએ એટલે કે આંબેડકર નગર શેરી નંબર ૦૧માં ગઢવી સાહેબના દવાખાના પાસે દરોડો પાડ્યો હતો. આ રેઈડ દરમિયાન આરોપી નાનજીભાઇ બેચરભાઇ રાખશીયા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસની તપાસમાં તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ૯૬ નંગ ચપટા મળી આવ્યા હતા. જેમાં 'ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી'ના ૪૮ નંગ ચપટા (કિંમત રૂ. ૬,૭૨૦) અને 'અંકલ ટોમ મિન્ટ એન્ડ જામુન ફ્લેવર્ડ વોડકા'ના ૪૮ નંગ ચપટા (કિંમત રૂ. ૪,૮૦૦) નો સમાવેશ થાય છે.
આમ, પોલીસે કુલ ૧૧,૫૨૦ રૂપિયાની કિંમતનો ૯૬ નંગ દારૂના ચપટાનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.કૈલા, પી.એસ.આઈ. કે.ડી.મારુ, એ.એસ.આઈ. કેતનભાઈ શેખલીયા, પો.હેડ કોન્સ. અજયભાઈ વિકમા, પૃથ્વીરાજસિંહ ચુડાસમા, કૃણાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. ભાવેશભાઈ ગઢવી, મનિષભાઈ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી અને અમરદિપસિંહ જાડેજાએ કરી છે.
(7:51 PM IST)










