<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ગોંડલ બી ડીવીઝન પોલીસે દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે બેને ઝડપી લીધા

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો નજરે પડે છે.

રાજકોટ તા. ર૧ :.. ગોંડલ બી ડીવીઝન પોલીસે દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે બે શખ્‍સોને ઝડપી લીધા હતાં.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા, ગોંડલ દ્વારા પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે સુચના કરેલ હોય જે સબબ જી. એસ. ગઢવી પોલીસ ઇ. ગોંડલ બી ડીવીઝન દ્વારા ટીમ વર્કથી વોરાકોટડા રોડ વિજયનગરમાં જાહેર રોડ ઉપરથી એક સીએનજી ઓટો રીક્ષા સહિત દેશી દારૂ લીટર ૧૦૦ કિંમત રૂા. ર૦,૦૦૦ સહિત કુલ મુદામાલ રૂા. ર,ર૦,૦૦ સાથે આરોપી (૧) રાહુલ ભગાભાઇ ધોળકીયા ધંધો રી. ડ્રા. રહે. ગોંડલ વોરા કોટડા રોડ, માંધાતા પાન પાસે મફતીયાપરા તથા (ર) સલીમ ઝૂમાભાઇ રાઉમા ધંધો મજૂરી, રહે. વોરા કોટડા રોડ, માંધાતા પાન પાસે મફતીયાપરા તા. ગોંડલ જી. રાજકોટને ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહી રમેશભાઇ પરમાર એ. એસ. આઇ., કીશનભાઇ ચાવડા પો. હેડ કો., કુલદીપસિંહ રાઠોડ પો. હેઙ કો. નરેન્‍દ્રસિંહ રાણા, પો. હેડ કો. અલ્‍પેશભાઇ ડામસીયા પો. કો. પેશભાઇ બારૈયા પો. કો. તથા નીલેશભાઇ ભાદરકા પો. કો. દ્વારા કરવામાં આવી હતી.

(2:24 PM IST)