News of Friday, 24th July 2026
રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : વહીવટી તંત્રની નાગરિકો માટે સાવચેતી રાખવા-સૂચનાઓનું પાલન કરવા ચેતવણી
મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા, નદી નાળાથી દૂર રહેવા સહિતની બાબતો જણાવાઇ : આપતિ સંબંધિત ઘટના-જાનહાની-અન્ય ઇમરજન્સી અંગે કલેકટર તંત્રના હેલ્પલાઇન નં. ૦ર૮૧-૪૭૧પ૭૩ તથા ટોલ ફી-૧૦૭૭ માં સંપર્ક માટે અપીલ

રાજકોટ, તા. ર૪ : રાજકોટ જિલ્લા કલેકટર તંત્રે પ્રજાજનો માટે એક મહત્વની સૂચના ચેતવણી જારી કરી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક સુધી ગુજરાત રાજ્ય તથા રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. રાજકોટ જિલ્લામાં ગઇ કાલ સાંજથી લોધિકા, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી, જેતપુર તાલુકાઓમાં ભારે વરસાદની શરૂઆત થઇ ગયેલ છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના નાગરીકોને સાવચેતી રાખવા અને વહિવટી તંત્રની સુચનાઓનું પાલન કરી સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.
ભારે વરસાદ દરમિયાન તમારી સલામતી માટે નીચેની સુચનાઓનું પાલન કરો
૧. બિનજરૂરી મુસાફરી ટાળો :-
ખાસ કરીને પુરગ્રસ્ત અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળો. મુસાફરી પહેલાં ટ્રાફિકની સ્થિતિ અને માર્ગ સંબંધિત સુચનાઓ અવશ્ય તપાસો.
૨. પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ ન કરોઃ-
- પાણી ભરાયેલા રસ્તા, અંડરપાસ અથવા ઝડપથી વહેતા પાણીમાંથી ચાલીને કે વાહન ચલાવીને પસાર થવાનો પ્રયાસ ન કરો.
૩. નદી, નાળા અને પાણીનાસ્ત્રોતોથી દૂર રહોઃ-
નદીકિનારા, નાળા, ગટર તથા પાણીનું સ્તર વધી રહ્યું હોય તેવા અન્ય જળાશયોથી દૂર રહો.
૪. જોખમી સ્થળોએ આશરો ન લોઃ-
ભારે વરસાદ દરમિયાન વળક્ષોની નીચે, વીજ પોલની નજીક અથવા અસ્થિર ઇમારતો/માળખાં નીચે આશરો ન લો.
૫. ખેડુતો માટે ખાસ સલાહઃ-
ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તથા પાક, પશુધન અને ખેતીના સાધનોનું રક્ષણ કરે. પશુપાલકોએ રહેઠાણ વિસ્તારમાં પશુઓને બાંધેલા હોય છે. જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં પશુઓને મુક્ત કરી દેવા.
૬. પ્રાથમિક જરૂરિયાતની સામગ્રી તૈયાર રાખોઃ-
પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, બેટરી, પાવર બેંક વગેરે વોટરપ્રૂફ બેગમાં તૈયાર રાખો.
આપત્તિ સબંધિત ઘટના, જાનહાનિ, રસ્તા બંધ થવા, વળક્ષ ધરાશાયી થવા, પાણી ભરાવા અથવા અન્ય કોઇ પણ ઇમરજન્સી સમયમાં મદદ માટે કોઇ પણ સમયે જિલ્લા વહિવટી તંત્રના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકો છો.
હેલ્પલાઇન નંબરઃ- (૧) ૦૨૮૧-૨૪૭૧૫૭૩ (૨) ૧૦૭૭ (ટોલ-ફ્રી) અફવાઓથી દુર રહી અધિકળતસ્ત્રોતો પરથી મૃતી માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરાયો છે
(3:23 PM IST)










