<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

પંચનાથ ગરબી મંડળમાં ઇશ્વર વિવાહની ઉજવણી

૧૧૧ વર્ષ જુની ગરબીમાં પંચનાથ વિસ્‍તારના ભાઇઓ પિતાંબર ધારણ કરીને રાસ રમીને ઉજવ્‍યો દિવ્‍યોત્‍સવ

રાજકોટઃ આદ્યશકિતની આરાધનાનું મહામંગલ પર્વ આસો નવરાત્રીનું આજે  અંતીમ નોરતુ છે. રાજકોટમાં ૧૧૧ વર્ષથી શ્રી પંચનાથ મહાદેવ મંદિર ચોકમાં યોજાતી ગરબીમાં આઠમા નોરતે પિતાંબર ધારણ કરીને ઇશ્વર વિવાહનો દિવ્‍યોત્‍સવ યોજાયો હતો.

શ્રી પંચનાથ ગરબી મંડળ કે જે ૧૧૧ વર્ષથી ગરબીનું આયોજન કરી રહી છે. અને વરસો વર્ષ આસોસુદ ૦૮ ના દિવસે બાળાઓના રાસ પૂર્ણ થયા બાદ વિસ્‍તારના કાર્યકર ભાઇઓ દ્વારા પિતાંબર ધારણ કરી મંદિરના ચોકમાં ‘ઇશ્વર વિવાહ' નું આયોજન જે કોઇ જાતના ઘોંઘાટ વગર માત્ર નગારા અને વાજીંત્ર સાથે કરવામાં આવે છે.

તે પૈકી ચાલુ વરસે તા. ૧૮-૧૦-ર૬ ના રવિવારના દિવસે સર્વેશ્રી કમલેશભાઇ બુંદેલા, સંજયભાઇ ગોસાઇ, વલ્લભદાસ કારીયા, અશોકભાઇ પરમાર, રક્ષીતભાઇ પીઠડીયા, મોહીત કથ્રેચા, હિતેશ પરમાર, આલોક કથ્રેચા, અશ્વીનભાઇ પડીયા, ઇન્‍દ્રવહન ત્રીવેદી, જયકિશન ત્રીવેદી, પ્રદિપ સોલંકી, શકિત ચૌહાણ, કૌશીક ચૌહાણ, વિરલ મહેતા, મિલન ચૌહાણ, કિશોર વોરા, રાજુ ચોકસી, મયંક ત્રીવેદી, ભાવેશ માંકડ, મેહુલ વોરા, મિલન વોરા, ભાગ્‍યેશ વોરા, દેવેન્‍દ્રસિંહ કામલીયા સહિતના  ભકતો દ્વારા ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવેલ જે રાત્રીના ૧૧:૩૦ વાગ્‍યાથી સવારે ૪ વાગ્‍યા સુધી ઇશ્વર વિવાહમાં રાસ રમવામાં આવ્‍યા હતા.

આ સમગ્ર ધાર્મીક કાર્યક્રમમાં શ્રી દેવાંગભાઇ માંકડ, ધારાશાષાી અનીલભાઇ દેશાઇ, વસંતભાઇ જસાણી ના માર્ગદર્શન તથા સહકાર વડે કરવામાં આવે છે.

શ્રી પંચનાથ મંદિર ગરબી મંડળમાં યુવા બિલ્‍ડર મલયભાઇ દેશાઇનો તમામ ક્ષેત્રે ખુબ સુંદર સહયોગ મળ્‍યો છે

(3:04 PM IST)