<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

શાપરમાં ગીતાબેન સોલંકીનું હૃદય બેસી જવાને કારણે મૃત્‍યુ

રાજકોટ તા. ૨૫: હૃદય રોગના હુમલાથી વધુ એક મહિલાનું મૃત્‍યુ થયું છે. શાપર વેરાવળની સર્વોદય સોસાયટીમાં રહેતાં ગીતાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ.૪૦) સાંજે પાંચેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર ગીતાબેનના પતિ રમેશભાઇ કારખાનામાં કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

(11:21 AM IST)