<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ગાયત્રીનગરમાં ભાવનાબેન સાંચલાનો બિમારીથી કંટાળી એસિડ પી આપઘાત

રાજકોટ તા. ૨: શેર બજારમાં નાણા ગુમાવવાને કારણે અને આર્થિક ભીંસને કારણે એક યુવાને આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મવડીની મુરલીધર સોસાયટીમાં રહેતાં યુવાને ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડી ૪૦ ફુટ રોડ પટેલનગર પાસે આવેલી મુરલીધર સોસાયટીમાં રહેતાં પ્રકાશભાઇ વલ્લભદાઇ ગોંડલીયા (ઉ.વ.૪૦) ૩૧મીએ બપોરે ઘરે સેલ્‍ફોસ નામનો ઝેરી પાવડર પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લઇ લેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

વધુમાં જાણવા મળ્‍યા મુજબ આપઘાત કરી લેનારા પ્રકાશભાઇ ગોંડલીયા-પ્રજાપતિ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે. સગાના કહેવા મુજબ પ્રકાશભાઇ અગાઉ દુબઇ ખાતે રીફાઇનરીમાં નોકરી કરતાં હતાં. પણ કોરોના થયા બાદ તેમની તબીયત બગડતાં કંપનીમાંથી રીજેક્‍ટ કરવામાં આવતાં હાલ રાજકોટ રહેતાં હતાં. તેઓ આર્થિક સંકડામણમાં હતાં અને શેર બજારમાં પણ થોડીઘણી રકમ ગુમાવી દીધી હતી. હાલમાં કોઇ કામ ધંધો ન હોઇ બેકાર થઇ ગયા હોઇ તેના કારણે ટેન્‍શનમાં આવીને આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે.

(1:27 PM IST)