તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ગોંડલમાં ગોૈરવ દુધરેજીયાએ ઘરના દરવાજામાં લટકી જઇ આપઘાત કર્યો
એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે નોકરી કરત હતોઃ બહાર ખાટલો ઢાળીને સુતો હતોઃ મોટો ભાઇ રાતે જાગ્યો ત્યારે લટકતો જોયોઃ પગ નીચે અડેલા હોઇ શંકા ઉપજતાં રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૩: ગોંડલમાં રહેતાં અને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં યુવાને રાતે ઘરના દરવાજાના બારસાંખમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાન રાતે ઘર બહાર ખાટલો ઢાળીને સુતો હતો. મોડી રાતે તેનો ભાઇ જાગ્યો ત્યારે તેણે તેને લટકતો જોયો હતો. તેના પગ નીચે અડી ગયેલા હતાં. ઘટના પોલીસને શંકાસ્પદ લાગતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલ ભગવતપરા શેરીન ં. ૧૧/૨ના ખુણે વડવાળી જગ્યા પાછળ રહેતાં ગોૈવરભાઇ નથુરામભાઇ દુધરેજીયા (ઉ.વ.૪૦) નામના યુવાને મોડી રાતે ઘરના બારસાંખામાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ લેતાં મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ પહોંચી હતી. જો કે ગોૈરવભાઇએ ફાંસો ખાધા બાદ તેના બંને પગ સાવ જમીનને અડી ગયેલા હોઇ ઘટના શંકાસ્પદ તો નથી ને? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર ગોૈરવભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ગોંડલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. મોટા ભાઇ રીતેનભાઇ દુધરેજીયાએ જણાવ્યું હતું કે ગોૈરવભાઇ ઘરની બહાર ડેલી પાસે ખાટલો ઢાળીને સુતા હતાં. રાતે એક વાગ્યે મારી ઉંઘ ઉડી ત્યારે મેં તેને દરવાજાના બારસાંખમાં લટકતાં જોતાં ઘરના બીજા સભ્યોને અને ૧૦૮ને જાણ કરી હતી. પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતાં. તેમને નશો કરવાની આદત હતી. તેણે નશામાં પગલુ ભર્યુ કે અન્ય કારણે? તેની જાણ અમને નથી. તેમ વધુમાં રીતેનભાઇએ કહ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસ વિશેષ કાર્યવાહી કરશે.
(11:45 AM IST)










