તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
‘ટોપ ઇન ટાઉન'નું બિરૂદ મેળવેલી જંકશન પ્લોટની ગરબી : સ્વ. જનકભાઇ કોટકે બે દાયકાથી વધુ સમય સંચાલન કરેલ

રાજકોટ : પ્રાચીન અને સાંસ્કૃતિક ગરબીનો સમ્રાટ એટલે ૧પ-જંકશન પ્લોટની ગરબી જેઓએ રાજકોટની ૬૦૦થી વધારે ગરબીમાં ‘ટોપ ઇન ટાઉન'નો ૧૧ વખત બીરૂદ મેળવેલ છે. આ ગરબી ગુજરાત નહીં ગુજરાતની બહાર પણ સીમલા ખાતે ૧૯૯૩માં હરિફાઇમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ ગરબીના આધ્ય સ્થાપક એવા સ્વ. ભીખુભાઇ ગોસ્વામી કે જેઓ પોતે પણ કલા અને સંસ્કૃતિનું જતન કરવા ૧૯૬રમાં નવરાત્રી એટલે સત્ય અને સંસ્કૃતિની ઉપાસના માટે નવરાત્રી મહોત્સવ મંડળની સ્થાપના કરી. તેઓના અવસાન બાદ રાજકોટના પૂર્વ મેયર સ્વ. જનકભાઇ કોટક બે દાયકાથી વધુ વખતથી ગરબીનું સંચાલન કર્યું હતું. આ ગરબીમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી તેમજ અન્ય જ્ઞાતિની બાળાઓ આ ગરબીમાં રાસમની રમઝટ બોલાવે છે. આ ગરબીની બાળાઓને નોરતા દરમ્યાન ડ્રેસ ગરબી તરફથી આપવામાં આવે છે. આ ગરબીને આગાખાન હોસ્ટેલના સંચાલકો દ્વારા લાઇટ, પાણી અને ફર્નીચર વપરાશ માટે સહયોગ આપતા હોવાનું જણાવાયું છે. આ ગરબી મંડળમાં અશ્વિનભાઇ માણેક, વિજયભાઇ ગોસ્વામી, સુરેશભાઇ રત્નેશ્વર, રાજુભાઇ ગોસ્વામી, કે.કે. પરમાર, હિમાંશુ માણેક, અમીત કોટક, મહેશભાઇ ઠક્કર, અમીત પાઉં વિગેરે સેવા આપી રહેલ છે. આ ગરબીમાં ડાયરેકટર તરીકે ખ્યાતિબેન પરમાર, આસી. ડાયરેકટર તરીકે તૃપ્તિબેન રાઠોડ, ખુશ્બુ મારૂણિયા સેવા આપી રહ્યા છે. તસ્વીરમાં રાસ ગરબાની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:58 PM IST)










