તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
એક પાસમાં ચાર સ્થળે ગરબાની મજાઃ રાજકોટમાં નવરાત્રિનો નવો અનુભવ
‘વન પાસ, મલ્ટિપલ રાસ'ની થીમ સાથે ૧૦૦ વોલ્ટ્સનું ‘વી પાસ' લોન્ચ, રાસવિલા, એમજીએમ, નવરાત મંડળી ગરબા અને એક્રોલોન્સના અનુભવો એક જ પાસમાં ૫, ૧૦ અને ૧૧ રાત્રિના વિકલ્પો સાથે ગોલ્ડ અને ડાયમંડ કેટેગરીઃ કપલ પાસ ઉપરાંત ૫થી ૧૦ વર્ષના બાળકો માટે કિડ્સ પાસની પણ સુવિધા

રાજકોટઃ નવરાત્રિ એટલે માત્ર ગરબા નહીં, પરંતુ રોજ બદલાતી વાઇબ, સંગીત, ભીડ અને અલગ-અલગ સ્થળોના અનોખા અનુભવનો તહેવાર. સામાન્ય રીતે એક સીઝન પાસ એક જ સ્થળ સાથે જોડાયેલો હોય છે, ત્યારે રાજકોટમાં હવે એક જ પાસથી અલગ-અલગ પ્રીમિયમ ગરબા સ્થળોના અનુભવ માણી શકાય તેવી નવી પહેલ શરૂ કરવામાં આવી છે. રાજકોટ સ્થિત ૧૦૦ વોલ્ટ્સ દ્વારા ‘વન પાસ, મલ્ટિપલ રાસ'ના વિચાર સાથે ‘વી પાસ' રજૂ કરવામાં આવ્યો છે. આ પાસ અંતર્ગત રાસવિલા, એમજીએમ, નવરાત મંડળી ગરબા અને એક્રોલોન્સ જેવા ચાર અલગ-અલગ નવરાત્રિ સ્થળોના અનુભવો માટે પૂર્વનિર્ધારિત તારીખ અને સ્થળના સંયોજન આપવામાં આવ્યા છે.
૧૦૦ વોલ્ટ્સના જણાવ્યા મુજબ, સામાન્ય સીઝન પાસમાં એક જ સ્થળે અનેક દિવસ જવાનું હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અલગ-અલગ સ્થળોની અલગ વાઇબ અને અનુભવ માણવા ઇચ્છતા લોકો માટે રોજ અલગ પાસ લેવાનો ખર્ચ વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ‘વી પાસ'ની સંકલ્પના તૈયાર કરવામાં આવી છે.
આ પાસ કોઈ ખુલ્લો પાસ નથી. દરેક પાસ માટે અગાઉથી નક્કી કરાયેલા સ્થળ અને તારીખના સંયોજન રાખવામાં આવ્યા છે. ૫ રાત્રિ, ૧૦ રાત્રિ અને ૧૧ રાત્રિના વિકલ્પો સાથે ગોલ્ડ અને ડાયમંડ કેટેગરીમાં કુલ ૧૨ પૂર્વનિર્ધારિત સંયોજન તૈયાર કરવામાં આવ્યા છે. રાસવિલા તેના વિશિષ્ટ રાસ અને મંચ પાછળના કાર્યક્રમો માટે જાણીતું છે, જ્યારે એમજીએમ વૈભવી વાતાવરણ અને આમંત્રિત કલાકારોના અનુભવ માટે અલગ ઓળખ ધરાવે છે. નવરાત મંડળી ગરબા મધરાતથી સવાર સુધી ચાલતા ગરબા માટે જાણીતું છે, જ્યારે એક્રોલોન્સમાં પરિવાર સાથે કુદરતી વાતાવરણ વચ્ચે રાસ રમવાનો અનુભવ મળે છે. ૧૦૦ વોલ્ટ્સની સ્થાપના ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ થઈ હતી અને આ ‘વી પાસ'ની પ્રથમ જાહેર આવૃત્તિ તરીકે ૨૦૨૬ની નવરાત્રિમાં રજૂઆત કરવામાં આવી છે. રાજકોટમાં ૧૦૦ વોલ્ટ્સની નવરાત્રિ પ્રવૃત્તિ ૧૦ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન રહેશે.
‘વી પાસ'માં કપલ પાસ ઉપરાંત ૫થી ૧૦ વર્ષની વયના બાળકો માટે કિડ્સ પાસનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પસંદ કરાયેલા સંયોજન અને વેચાણના તબક્કા પ્રમાણે પાસની કિમતમાં ફેરફાર થઈ શકે છે.
૧૦૦ વોલ્ટ્સના સ્થાપક જૂથના સભ્યો અનિક શેઠ, ભાવિક સિનરોજા, વંદિત દામાણી અને ધવલ કપાસીએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં અલગ-અલગ સ્થળો, સંસ્કૃતિ, પરંપરા, ભીડ અને રાસના જુદા અનુભવો માણવાની તક મળવી જોઈએ. એક પાસથી ચાર રાસ અને અનેક પ્રકારની વાઇબનો અનુભવ કરાવવાના હેતુથી ‘વી પાસ'ની સંકલ્પના રજૂ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે મો.૮૫૧૧૧ ૫૭૮૭૨ / ૭૪૦૫૭ ૪૮૧૧૭ અથવા રૂબરૂ ૨૧૦, ૧૦૦ વોલ્ટસ, આરકે સુપ્રિમ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાનામોૈવા સર્કલ પાસે, પદમી સોસાયટી, રાજકોટ. તસ્વીરમાં અનિક શેઠ, વંદીત દામાણી, ધવલ કપાસી, ભાવિક સીનરોજા, જૈનમ કપાસી, દર્શન કટેશીયા અને હિલોની મહેતા નજરે પડે છે.
(3:43 PM IST)










