તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
શહેર ભાજપ આયોજીત ગણપતી મંગલ મહોત્સવનું મુર્તિ વિસર્જન સાથે સમાપન

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ ડો. માધવ દવેના નેતળત્વમાં સિધ્ધિ વિનાયક ધામ ખાતે યોજવામાં આવેલ ગણેશ મહોત્સવનું મુર્તિ વિસર્જન સાથે સમાપન કરવામાં આવ્યુ છે. આ તકે ધાર્મિક પરંપરા મુજબ વૈદોક્ત મંત્રોચ્ચારથી અંતિમ આરતી ઉતારી, દાદાને મંત્રોચ્ચાર સાથે વિદાય આપવામાં આવી. ભક્તોએ ભાવવિભોર થઈ પ્રાર્થના કરી કે આવતા વર્ષે ફરી પધારો દાદા. ઢોલ-નગારા, મળદંગ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. પુષ્પ વર્ષા, ભજન-કીર્તન અને ભક્તિભાવથી આખું સિધ્ધી વિનાયક ધામ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન પૂજન વિધિમાં વજુભાઇ વાળા, ગોવિંદભાઇ પટેલ, નિતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડો. માધવ દવેએ જણાવેલ કે ભારતીય સંસ્કળતિમાં ગણેશોત્સવ એક એવો તહેવાર છે જે માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સામાજિક એકતા, ભક્તિ અને પર્યાવરણ પ્રત્યેની લાગણીનો સંદેશ આપે છે. અંતમાં શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ ગણપતિ મંગલ મહોત્સવની સફળતા બદલ તમામ સમિતિના સભ્યો, કાર્યકરો તથા ભક્તિભાવથી જોડાયેલા શહેરીજનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો.
(3:22 PM IST)










