તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમમાં બિરાજશે ગણપતિ દાદા
સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૦માં વર્ષે આયોજનઃ વૃધ્ધાશ્રમના વડીલો આરતી કરશે, ભોજનનો પણ લાભ લેશે, અન્નકુટ દર્શન, રકતદાન કેમ્પ, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમોઃ સ્વચ્છતા ઝુંબેશ પર વિશેષ ભાર

રાજકોટઃ શહે૨માં ગણેશોત્સવને લઈને ભકતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહયો છે. ત્યારે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ૧૦ મા વર્ષમાં પ્રવેશ નિમિતે ગણપતિ મહોત્સવની ધામધુમથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે અવનવી વિશિષ્ટ થીમ સાથે વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવાની પરંપરાને જાળવી રાખીને, ગયા વર્ષની રામ મંદિરની સફળ થીમ બાદ આ વર્ષે આકર્ષક રજવાડી થીમ તૈયાર કરવામાં આવી રહી છે, જે શહેરના ધર્મપ્રેમી ભકતો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમ સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું.
સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, ૧૧ દિવસીય મહોત્સવ દરમિયાન દર્શનની સાથે સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય -વળતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે.
ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા ઝુંબેશની સાથે જરૂરિયાતમંદ લોકો માટે મહાપ્રસાદ અને વળધ્ધ વડીલો માટે વિશેષ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વૃધ્ધાશ્રમના વડીલોના હસ્તે દાદાની આરતી કરવામાં આવશે. વડીલોભાવતા ભોજનીયા પણ કરશે, અન્નકુટ દર્શન, રકતદાન કેમ્પ, સત્યનારાયણ કથા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
મહોત્સવ દરમ્યાન દરરોજ સાંસ્કળતિક સ્પર્ધાઓ અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં વિજેતા થનાર ઉત્સાહી ભાગીદારો માટે ઈનામ વિતરણ પણ અપાશે.
સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથ દાદાના દર્શનનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:32 PM IST)










