તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
રાજકોટમાં ઠેરઠેર ગણપતિદાદાનું વાજતે ગાજતે સ્થાપન

આજે ભાદરવી ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થતા રાજકોટમાં ઠેરઠેર દાદાની મુર્તિનું સ્થાપન થયુ છે. શુભ મુહુર્તમાં ઢોલ અને બેન્ડની સુરાવલીઓ ગુંજી ઉઠી હતી. ગણપતિદાદાના જયજયકાર સાથે મુર્તિના સામૈયા કરવામાં આવ્યા હતા. અબીલ ગુલાલની છોળો ઉડાડી ભાવિકો ભાવમય બન્યા હતા. શહેરમાં ત્રિકોણબાગ, સર્વેશ્વર ચોક, કસ્તુરી એપાર્ટમેન્ટ, મવડી રોડ, રંગઉપવન સોસાયટી સહીતના વિસ્તારોમાં ગણેશદાદાની મોહક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવેલ તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:59 PM IST)










