News of Saturday, 9th May 2026
લક્ષ્મીનગરમાં ગણેશ નેપાળીઍ જાતે પેટમાં છરી ભોકી દીધી
વતન નેપાળમાં જમીન ખરીદતાં વ્યાજમાં ફસાતાં પગલું

રાજકોટ તા. ૯ઃ લક્ષ્મીનગર શેરી નં. ૧૦માં રહેતાં ગણેશ જાગીભાઇ ભૂલ (ઉ.વ.૩૪) નામના નેપાળી યુવાને પોતાની જાતે પેટમાં છરી ભોîકી દેતાં ઇજા થતાં ખાનગી ક્લીનીકમાં સારવાર લીધા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
ગણેશ રાજકોટમાં રહી કાર સર્વિસનું કામ કરે છે. તેનને સંતાનમાં ઍક પુત્ર છે. તેણે જણાવ્યું હતું કે વતનમાં તેણે થોડી જમીન ખરીદ કરી હોઇ તેના કારણે ત્યાંના રહેવાસી પાસેથી ઍક લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. હાલમાં રાજકોટમાં કામ ધંધો ચાલતો ન હોઇ વતન નેપાળમાં વ્યાજની રકમ પહોîચાડી ન શકતાં ફોન મારફત ઉઘરાણી થતી હોઇ અને તે શખ્સ ત્યાં નેપાળમાં ઘરે જઇને પણ ઉઘરાણી કરતો હોઇ ટેન્શનમાં આવી જતાં જાતે છરી મારી લીધી હતી.
(3:39 PM IST)










