તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 11th September 2026
શ્રી ચમત્કારિક ધામે ગણેશ મહોત્સવ ધામધુમથી ઉજવાશે
કાલે ઢોલ-નગારા સાથે ગણેશજીની ભવ્ય આગમન શોભાયાત્રા અને ડૉ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે દીપ પ્રાગટય થશે : ૧૨ દિવસ દરમિયાન છપ્પનભોગ, ૧૦૦૮ લાડુનો ગણેશયાગ, બ્લડ ડોનેશન કેમ્પ અને તલવાર રાસ સહિતના કાર્યક્રમો

રાજકોટ : રંગિલા રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા ‘શ્રી ચમત્કારિક ધામ' ખાતે શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિર ટ્રસ્ટ તથા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ ૧૨ દિવસીય મહોત્સવમાં ભક્તિ, સામાજિક સેવા અને સંસ્કળતિનો અદ્દભુત ત્રિવેણી સંગમ જોવા મળશે.
મહોત્સવના શુભારંભ પૂર્વે તા. ૧૨ સપ્ટેમ્બર, શનિવારે રાત્રે ૯ કલાકે શ્રી ગણપતિ દાદાના આગમનની ભવ્ય શોભાયાત્રા ઢોલ-નગારાના તાલે નીકળશે. ત્યારબાદ તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૩૦ કલાકે આર્ષ વિદ્યા મંદિર (મુંજકા)ના પ.પૂ. ડૉ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે દીપ પ્રાગટય અને આશીર્વચન સાથે ઉત્સવનો વિધિવત પ્રારંભ થશે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમો આ મુજબ છે : તા. ૧૫ સપ્ટેમ્બર : શાષાીશ્રી પરેશભાઈ ભટ્ટ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા (બપોરે ૪ થી ૬). તા. ૧૬ સપ્ટેમ્બર : મનોહર છપ્પનભોગ દર્શન (સાંજે ૫ થી ૭). તા. ૧૭ સપ્ટેમ્બર : સપ્રસિદ્ધ ભજનીક શ્રી સંજયભાઈ ભટ્ટ દ્વારા રામધુન અને હનુમાન ચાલિસા પાઠ (રાત્રે ૮ થી ૧૦). તા. ૧૮ સપ્ટેમ્બર : થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ (રાત્રે ૮ થી ૧૦). તા. ૧૯ સપ્ટેમ્બર : નિવળત્ત આર્મી જવાનોના હસ્તે મહાઆરતી તથા સુંદરકાંડના પાઠ (રાત્રે ૯ થી ૧૨). તા. ૨૦ સપ્ટેમ્બર : પ્રસિદ્ધ સિંગર રાજેશ્વરીબા જાડેજા દ્વારા રાસ-ગરબાની રમઝટ (રાત્રે ૮ થી ૧૦). તા. ૨૧ સપ્ટેમ્બર : ઇસ્કોન મંદિર રાજકોટના પ્રેસિડેન્ટ શ્રી વૈષ્ણવસેવાદાસજી તથા પરિબળ દ્વારા સંત કીર્તન (રાત્રે ૮ થી ૧૦). તા. ૨૨ સપ્ટેમ્બર : ભાગવત આચાર્યશ્રી કમલેશભાઈ પંડયા દ્વારા ૧૦૦૮ લાડુનો ગણેશયાગ (સવારે ૯ થી ૧૨). તા. ૨૩ સપ્ટેમ્બર : રેડ એફ.એમ.ના કરશનકાકા (તેજસભાઈ પરમાર) દ્વારા બાળકો માટે લાઈવ ગેમ્સ અને સ્પર્ધાઓ (સાંજે ૮ થી ૧૦). તા. ૨૪ સપ્ટેમ્બર : માં આશાપુરા ઘુમ્મર તથા તલવાર બાજી એકેડમીની દીકરીઓ દ્વારા ભવ્ય તલવાર રાસ (રાત્રે ૮ કલાકે). તા. ૨૫ સપ્ટેમ્બર : સવારે ૧૦ કલાકે પૂર્ણાહુતિ અને શ્રી ગણેશ વિસર્જન.
આ મહોત્સવને સફળ બનાવવા શ્રી ધર્મેન્દ્રભાઈ ભગત (સેવક પ્રમુખ), શ્રી ગીરીરાજસિંહ રાઠોડ (કાર્યકારી પ્રમુખ), શ્રી નિરુભા વાઘેલા (ટ્રસ્ટી) સહિત સેવક કમિટી અને યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા ધર્મેન્દ્રભાઇ ભગત અને નિરુભા વાઘેલા નજરે પડે છે.
(2:13 PM IST)










