તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ગાંધીગ્રામ વીતરાગ સોસાયટીમાં છરીથી હુમલો કરનાર આરોપી ઉમંગ ભૂતની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી : જુઓ વિડીયો
પીઆઇ એચ.પી. ગઢવી અને ટીમે ઘટનાસ્થળે આરોપીને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યુંપોલીસ સમક્ષ આરોપીએહવે પછી આવી ભૂલ નહીં થાય તેમ કહી માફી માંગી

રાજકોટ:શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિની ઉજવણીની તૈયારી કરી રહેલા સ્થાનિક યુવાન પર છરી વડે હુમલો કરવાના ચકચારી બનાવમાં પોલીસે આરોપીને દબોચી લીધો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.પી. ગઢવી અને તેમની ટીમે ગણતરીના સમયમાં આરોપી ઉમંગ ભૂતની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપી ઉમંગ ભૂતની ધરપકડ કર્યા બાદ પોલીસ તપાસના ભાગરૂપે પીઆઇ એચ.પી. ગઢવી અને સ્ટાફ તેને વીતરાગ સોસાયટી ખાતેના ઘટનાસ્થળે લઈ ગયા હતા. જ્યાં સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તેનું 'રીકન્સ્ટ્રક્શન પંચનામું' કરવામાં આવ્યું હતું.
પોલીસની કડક કાર્યવાહી અને ઘટનાસ્થળે લઈ જવામાં આવતા આરોપી ઉમંગના તેવર ઢીલા પડી ગયા હતા. તેણે પોલીસ અને સ્થાનિકોની હાજરીમાં "હવે પછી ક્યારેય આવી ભૂલ નહીં થાય" તેમ કહીને માફી માંગી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
(8:55 PM IST)










