<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ગાંધી જયંતી પર રાજકોટ ડિવિઝનમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૬' અભિયાનનું સફળ સમાપન

‘સ્‍વચ્‍છ રેલ-સ્‍વચ્‍છ ભારત'ના સંદેશ સાથે પ્રભાત ફેરી; ૫૩ સ્‍ટેશનો પર વ્‍યાપક અભિયાન, ૧૭.૨૪૫ મેટ્રિક ટન કચરો એકત્રિત કરાયો

રાજકોટ, ૨ : રાજકોટ ડિવિઝનમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૬' અભિયાનનું ગાંધી જયંતીના અવસરે ૨ ઓક્‍ટોબર ૨૦૨૬ના રોજ સફળ સમાપન થયું. આ વર્ષે અભિયાનની થીમ ‘સ્‍વચ્‍છતામાં સહભાગીતા; સ્‍વચ્‍છ ભારત, વિકસિત ભારત' રહી હતી. ૧૭ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર ૨૦૨૬ સુધી ચાલેલા અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનના ૫૩ નાના-મોટા સ્‍ટેશનો, જેમાં રાજકોટ, ભક્‍તિનગર, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, જામનગર, હાપા, ખંભાળિયા, દ્વારકા અને ઓખા સહિતના મુખ્‍ય સ્‍ટેશનો સામેલ છે, ત્‍યાં સ્‍વચ્‍છતા, જનજાગળતિ, કચરા વ્‍યવસ્‍થાપન, પર્યાવરણ સંરક્ષણ તેમજ સફાઈ મિત્રોના કલ્‍યાણ સંબંધિત વિવિધ પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

‘સ્‍વચ્‍છ રેલ-સ્‍વચ્‍છ ભારત'ના સંદેશ સાથે પ્રભાત ફેરી

અભિયાનના સમાપન પ્રસંગે ૨ ઓક્‍ટોબરના રોજ સવારે ૭ વાગ્‍યે ‘સ્‍વચ્‍છ રેલ-સ્‍વચ્‍છ ભારત'ના સંદેશ સાથે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. સામાન્‍ય અને ભંડાર વિભાગ દ્વારા આયોજિત આ પ્રભાત ફેરીમાં ડિવિઝનલ રેલવે મેનેજર (DRM), રાજકોટ, શ્રી ગિરિરાજ કુમાર મીનાના નેતળત્‍વ અને માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, રેલવે સુરક્ષા બળ (RPF), ભારત સ્‍કાઉટ્‍સ અને ગાઈડ્‍સ તેમજ સિવિલ ડિફેન્‍સના સભ્‍યોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

પ્રભાત ફેરીના માધ્‍યમથી રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગળત કરતાં સ્‍વચ્‍છ રેલ પરિસર અને સ્‍વચ્‍છ ભારતનો સંદેશ આપવામાં આવ્‍યો હતો.

૭૫૦ના લક્ષ્યાંક સામે

૭૯૪ CTUs પૂર્ણ

અભિયાન દરમિયાન રાજકોટ ડિવિઝનને ૭૫૦ સ્‍વચ્‍છતા લક્ષ્ય એકમો (Cleanliness Target Units–CTUs)નો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો હતો. જેની સામે ૭૯૪ CTUs પૂર્ણ કરવામાં આવ્‍યા હતા અને નિર્ધારિત અંતિમ તારીખ ૨ ઓક્‍ટોબર પહેલાં જ ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ તમામ CTUsને લ્‍ણ્‍લ્‍ પોર્ટલ પર બંધ કરી દેવામાં આવ્‍યા હતા.

અભિયાન હેઠળ ૪૮ સ્‍ટેશનો, ૧૩૧ સ્‍ટેશન શૌચાલયો તેમજ ૧૧૦ કોચ શૌચાલયોમાં વિશેષ સફાઈ પ્રવળત્તિઓ હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ૧૦૧ CTUsનો કાયાકલ્‍પ અને ૩૨ સ્‍થળોનું સૌંદર્યીકરણ કરવામાં આવ્‍યું હતું.

સફાઈ મિત્રોના સ્‍વાસ્‍થ્‍ય અને સન્‍માનને પ્રાથમિકતા

સફાઈ મિત્રોના સ્‍વાસ્‍થ્‍ય, સુરક્ષા અને સન્‍માનને અભિયાનમાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ૨૦૫ સફાઈ મિત્રો અને તેમના આશ્રિતોની આરોગ્‍ય તપાસ કરવામાં આવી, સુરક્ષા કિટ્‍સનું વિતરણ કરાયું તેમજ ૧૨ સફાઈ મિત્રોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

જનભાગીદારી રહી

અભિયાનની મુખ્‍ય વિશેષતા

અભિયાન દરમિયાન સ્‍વચ્‍છતા પ્રતિજ્ઞા, શાળા જાગળતિ કાર્યક્રમો, શેરી નાટકો, કલા સ્‍પર્ધાઓ અને અન્‍ય જનજાગળતિ પ્રવળત્તિઓનું આયોજન કરાયું હતું. ૧ ઓક્‍ટોબરના રોજ ‘એક દિવસ, એક કલાક, એક સાથે' રાષ્‍ટ્રવ્‍યાપી શ્રમદાન કાર્યક્રમ હેઠળ ૪૫ સ્‍થળો પર ૧,૨૧૦ સહભાગીઓએ ૧૬,૩૦૮ ચોરસ મીટર વિસ્‍તારની સફાઈ કરી હતી અને ૫.૮૭૦ મેટ્રિક ટન કચરો એકત્ર કર્યો હતો.

૧૭.૨૪૫ મેટ્રિક

ટન કચરો એકત્રિત

સમગ્ર અભિયાન દરમિયાન કુલ ૧૭.૨૪૫ મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્‍યો હતો, જેમાં ૮.૭૪૧ મેટ્રિક ટન સૂકો કચરો, ૮.૪૯૨ મેટ્રિક ટન ભીનો કચરો અને ૦.૦૧૨ મેટ્રિક ટન સેનિટરી કચરો સામેલ છે.

DRM  શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૬' થકી સ્‍વચ્‍છતાને જનભાગીદારી સાથે જોડીને વ્‍યાપક પ્રયાસો કરવામાં આવ્‍યા છે. સ્‍વચ્‍છતા માત્ર કોઈ એક અભિયાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ સતત અપનાવવાની જવાબદારી છે. હું તમામ મુસાફરો અને નાગરિકોને અપીલ કરું છું કે તેઓ રેલવે પરિસરને પોતાનું પરિસર સમજે, કચરો નિયત જગ્‍યાએ જ ફેંકે અને રાજકોટ ડિવિઝનના રેલવે પરિસરને સ્‍વચ્‍છ તેમજ સુરક્ષિત રાખવામાં પોતાનો સહયોગ આપે.

(2:50 PM IST)