તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ગાંધી જયંતિઃ ડોક્ટર સોસાયટીમાં બાલસભા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મંત્રમુગ્ધ કર્યા; રાસ-ગરબા અને સ્વરુચિ ભોજન સાથે કાર્યક્રમનું સમાપન

રાજકોટઃ ગાંધી જયંતિ નિમિત્તે ડોક્ટર સોસાયટી ખાતે બાલસભા તથા સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના નાના-મોટા સૌ સભ્યોએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. ડોક્ટર સોસાયટી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સોસાયટીના બાળકોએ પોતાનો પરિચય આપી વિવિધ સાંસ્કળતિક, મનોરંજક અને જ્ઞાનપ્રદ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. હાસ્ય નાટિકામાં કુ. સાક્ષી, કુ. વિશ્વા, કુ, પૂર્વી, કુ. રાજવી અને કુ. વળંદાઅ અભિનય કરી ઉપસ્થિત સૌને હસાવ્યા હતા. નાની પ્રિષાએ ગીતાના શ્લોક, વળક્ષ આપણને શું શું આપે છ તેમજ રાષ્ટ્રગીત રજૂ કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. દિવ્યમ કટારીયાએ બોધવાર્તા રજૂ કરી હતી, જેમાં એક વ્યક્તિ પાસેથી બીજી અને બીજી પાસેથી ત્રીજી વ્યક્તિ સુધી વાત પહોંચતી જાય ત્યારે મૂળ વાતમા કેવી રીતે ફેરકાર-થઈ જાય છે તેનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. નાની આધ્યાએ સંગીતના તાલે નળત્ય જ કરી સૌની પ્રશંસા મેળવી હતી. વડીલીએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સોસાયટીના પ્રમુખ, બળવંતભાઈ હળવદિયાએ કર્યું હતું. તેમણે બાળકોને બોધવાર્તા તેમજ સંગઠનની શક્તિ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના ઉપપ્રમુખ ઓધવજીભાઈ સાવલિયા, મંત્રી ચંદુભાઈ કટારીયા, સભ્ય રમેશભાઈ ચાવડા તથા દેવરાજભાઈ જાવિયાએ જહેમત લ્ઠાવી હતી.
કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહનરૂપે ઇનામો સોસાયટીના પરિવાર યોગેન્દ્રસિંહ જાડેજા તરફથી આપવામાં આવ્યાં હતાં. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:53 PM IST)










