તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
‘ભાગમભાગ'નો ખેલ ‘ખતમ': જેલમાંથી પેરોલ પર છુટી ‘છૂ' થઇ ગયેલો કેદી ભાવનગરથી ઝબ્બે
રાજકોટના ઠગાઇના ૭ અને રાણાવાવ કોર્ટના ૧ કેસમાં ર૮ વર્ષથી જેલની સજા ભોગવતો હતો પેરોલ ફર્લોસ્કવોર્ડે ઝડપી લઇ જેલમાં સોંપવા કવાયત શરૂ કરી

રાજકોટ, તા. ર૪: શહેરના પ્ર.નગર પોલીસ મથકના છેતરપીંડી અને પોરબંદરની રાણાવાવ કોર્ટના ધ નેગો એકટની કલમ ૧૩૮ માં ર૮ વર્ષની સજા પામેલ કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર થઇ જતા પેરોલ ફર્લોસ્કવોર્ડ તેને ભાવનગરથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ તેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે ભાવનગરના ઘોઘા રોડ પર ગુરૂ આશીષ રેસીડેન્સીમાં એપાર્ટમેન્ટમાં રહેતા મુળ રાજકોટના કેદી પલક પ્રફુલભાઇ કોઠારી (ઉ.વ. ૪પ) ને તેના ઘર પાસેથી પકડી લીધો હતો. પોલીસે જણાવ્યુ કે આરોપી પલક અગાઉ રાજકોટમાં ઠગાઇના ૭ ગુનામાં અને પોરબંદરની રાણાવાવ કોર્ટના ધ નેગો એકટ ૧૩૮ માં સંડોવાઇ ચુકયો છે. તે રાજકોટની મધ્યસ્થ જેલમાં ર૮ વર્ષની સજા ભોગવતો હતો. દરમીયાન તે પેરોલ પર છુટયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. જેને ભાવનગરથી પોલીસે ઝડપી લીધો હતો.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પઢિયાર તથા પો. સબ ઇન્સ. એસ.બી. ઘાસુરા તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ તથા પો.હેડ કોન્સ. રાજદીપસિંહ ચૌહાણ, જયેશભાઈ ચોસલા, રણછોડભાઈ આલ, શિવભદ્રસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, શાંતુબેન મુળીયા તથા પો. કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, તથા આ.પો.કોન્સ.યોગેશભાઈ આદ્રોજા તથા ડ્રા. પો. કોન્સ. દોલતસિંહ રાઠોડે કરી હતી.
(3:51 PM IST)










