<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

પરસાણાનગરમાં એલસીબી ઝોન-૨નો જૂગારનો દરોડોઃ ૫૫૫૦૦ની મત્તા સાથે ત્રણ પકડાયા

બિપીન પરમાર રમાડતો હતોઃ પીએસઆઇ એસ. વી. ચુડાસમા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૮: જામનગર રોડ પર પરસાણાનગર-૭માં રહેતો શખ્‍સ પોતાના ઘરમાં જૂગાર રમાડતો હોવાની માહિતી પરથી એલસીબી ઝોન-૨ ટીમે દરોડો પાડી તેના સહિત ત્રણને પકડી લઇ રૂા. ૩૪૫૦૦ની રોકડ સહિત ૫૫૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે જામનગર રોડ પર પરસાણાનગર-૭માં બિપીન રમેશભાઇ પરમાર પોતાના ઘરમાં જૂગાર રમાડી રહ્યો છે.

આ બાતમી પરથી ટીમે દરોડો પાડતાં બિપીન તેમજ વિપુલ રાજુભાઇ મેરાણ (રહે. પરસાણાનગર-૬) અને પ્રજ્ઞેશ અનિલભાઇ જેઠવા (રહે. પરસાણાનગર-૭) ીતનપત્તીનો જૂગાર રમતાં હોઇ પકડી લઇ રૂા. ૩૪૫૦૦ની રોકડ અને ૩ મોબાઇલ ફોન સહિત રૂા. ૫૫૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પોલીસ ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંગર્ગત પીએસઅઇા એસ. વી. ચુડાસમા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્‍દ્રભાઇ વાધીયા, શક્‍તિસિંહ ગોહિલ, સત્‍યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઇ કુંભારવાડીયા, શીવભદ્રસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(3:25 PM IST)