<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

જુગાર, જુગારને જુગાર : વધુ પાંચ દરોડા-૩૧ પકડાયા

તાલુકા, ભકિતનગર, આજી ડેમ, પીસીબી અને પ્ર.નગર પોલીસના કણકોટ રોડ, આનંદનગર કવાર્ટર, કાથરોટા ગામ, ગઢકા ગામ અને સદર બજારમાં દરોડાઃ બે મહિલા પણ પકડાઇ

 

 

રાજકોટ, તા., ૯ : સાતમ-આઠમના તહેવાર બાદ પર જુગારનું દુષણ અટકવાનું નામ લેતું નથી. તાલુકા ભકિતનગર, આજી ડેમ, પીસીબીઅને પ્ર.નગર પોલીસે કણકોટ રોડ, આનંદનગર કવાર્ટર, કાથરોટા ગામ, ગઢકા ગામ અને સદર બજારમાં પાંચ સ્‍થળે દરોડા પાડી જુગાર રમતી બે મહિલા સહિત કુલ ૩૧ પતાપ્રેમીને રૂા. ૯૦ હજારની રોકડ સાથે પકડી લીધા હતા.

તાલુકા પોલીસના પીએસઆઇ એમ.એચ.મહારાજ, હેડ કોન્‍સ્‍ટેબલ અજયભાઇ ભુંડીયા સહિતના સ્‍ટાફે કણકોટ રોડ પર કણકોટના પાટીયા પાસે લકી પાનવાળી શેરીમાં રહેતા ઉષાબેન મનીષભાઇ સોલંકી (ઉ.વ.૪પ) ના ફલેટમાંથી જુગાર રમતા ઉષાબેન ઉપરાંત મનીષાબેન રામજીભાઇ સાગઠીયા (ઉ.વ.પ૩ રહે. હાલ કણકોટના પાટીયા પાસે, મુળ કાલાવડ)લાલજી મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૩૭ રહે. કણકોટના પાટીયા, મુળ મોણીયા તા. વિસાવદર), યોગેશ રમેશભાઇ ચાવડા (ઉ.વ.૩૦ રહે. કણકોટના પાટીયે, મુળ ગરમલી મોટી, તા.ધારી)પ્રકાશ અંતુભાઇ માઘડ (ઉ.વ.ર૭ રહે. અનમોલ હાઇટસ, કાલાવડ રોડ, મુળ નાના ભંડારીયા, તા. અમરેલી), રવી કાંતીભાઇ બગડા (ઉ.વ.ર૮ રહે. સહજાનંદ શ્રૃતી પાર્ક, મેટાડા જીઆઇડીસી મુળ મતીરાળા, તા. લાઠી), પ્રીન્‍સગીરી ભાવેશગીરી ગૌસ્‍વામી, (ઉ.વ.૧૯ રહે. શાંતીધામ, શાપર, મુળ તલંગણા, તા. ઉપલેટા), નૈતીક શૈલેષભાઇ મહેરીયા (ઉ.વ.ર૮) (રહે. સ્‍મૃતી વિહાર પાર્ક, મેટાડા જીઆઇડીસી મુળ અમરેલી) અને કાંતી મુળજીભાઇ બગડા, (ઉ.વ.પ૦ રહે. સ્‍મૃતી વિહાર પાર્ક, મુળ મતીરાળા, તા. લાઠી) ને રૂા. ર૭,૯૯૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.

બીજા દરોડામાં ભકિતનગર પોલીસનાં પીએસઆઇ એસ. એચ. ગોહીલ, કોન્‍સ્‍ટેબલ યોગીરાજસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે કોઠારીયા રોડ નજીક આનંદનગર કવાર્ટર એલ.આઇ. જી. રૂમ નં. ૪૦૯ માં રહેતા પ્રકાશભાઇ છોટાલાલ ભોજાણી (ઉ.વ.૬૦) ના કવાર્ટરમાંથી જૂગાર રમતાં પ્રકાશભાઇ ઉપરાંત શઇદ વાહીદભાઇ રફાઇ (ઉ.વ.૩૯ રહે. સાગર સોસાયટી શેરી નં. ર, કોઠારીયા મેઇન રોડ), ગીરીશ પ્રાણજીવનભાઇ રાધનપરા, (ઉ.વ.૪૯ રહે. આનંદનગર કવાર્ટર), નયન ભવાનીશંકર પંડયા (ઉ.વ.પપ રહે. મવડી ગામ), કમલેશ મગનભાઇ રાણપરીયા (ઉ.વ.પ૦ રહે. ગુંદાવાડી શેરી નં. ર૪), યતીન ભુપતભાઇ ગજેરા (ઉ.વ.૪૩ રહે. દેવપરા શેરી નં. ર) અને ધર્મેન્‍દ્ર બાબુલાલ ફિચડીયા (ઉ.વ.૪૪ રહે. આનંદનગર કાળા પથ્‍થરના કવાર્ટર) ને રૂા. ૧૦,૪પ૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.

ત્રીજા દરોડામાં આજી ડેમ પોલીસનાં હેડ કોન્‍સ્‍ટેબલ પી. એ. ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ્‍ટેબલ કુલદીપસિંહ જાડેજા, સાવનભાઇ સંઘાણી, હરપાલસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે કાથરોટા ગામે વાડી વિસ્‍તારમાં જાહેરમાં જૂગાર રમતાં જીતેશ જીવણભાઇ મકવાણા (ઉ.વ.ર૦ રહે. કાથરોટા), રાજૂ રૂપાભાઇ બારૈયા (ઉ.વ.૪ર રહે. લોઠડા), કિશોર ચકુભાઇ લીંબાસીયા (ઉ.વ.૪૯ રહે. રોયલ પાર્ક, કેકેવી ચોક, કાલાવડ રોડ), કલ્‍પેશ પ્રવિણભાઇ સાયજા (ઉ.વ.૪૧ રહે. સરધાર), ચતુર સામંતભાઇ મકવાણા (ઉ.વ.૪૦ રહે. કાથરોડા) અને બાઘુભા મુળરાજસિંહ ગોહીલ (ઉ.વ.૪૦ રહે. પડવલા) ને રૂા. ૧૩,૪૮૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.

ચોથા દરોડામાં પીસીબીના હેડ કો. કુલદીપસિંહ જાડેજા, કો. યુવરાજસિંહ રાણા સહિતનાં સ્‍ટાફે રાજકોટ નજીક ગઢકા ગામે સીમમાં જાહેરમાં જૂગાર રમતાં ભવાન ઉકાભાઇ ગઢીયા (ઉ.વ.૪૩), ધર્મેશ વિનોદભાઇ કલોલા (ઉ.૪૩ રહે. બને ગઢકા ગામે, કલ્‍પેશ લીંબાભાઇ ભંડેરી (ઉ.વ.૪૩, રહે. પરસાણાનગર, ૮૦ ફુટ રોડ), અતુલ રમણીકભાઇ દોંગા (ઉ.વ.૪૦ રહે. ભવનાથ પાર્ક-ર, હરીધવા રોડ), મિલન કિશોરભાઇ શેખડા (ઉ.વ.ર૮ રહે. સુમંગલ સોસાયટી મેઇન રોડ, કોઠારીયા) અને ધર્મેશ વિપુલભાઇ પરમાર (ઉ.વ.૩પ રહે. અક્ષર રેસીડેન્‍સી, કોઠારીયા સોલવન્‍ટ) ને રૂા. ર૭,પ૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.પાંચમાં દરોડામાં પ્ર.નગર પોલીસના હેડ કો. સી. બી. ખવડ, કો. તોફિકભાઇ મંઘરા સહિતના સ્‍ટાફે સદર બજારમાં ખાટકી વાડ, તંબલા પાસે જાહેરમાં જૂગાર રમતાં મહેબુબ અબુભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) શાહનવાજુ નાસીરભાઇ બેલીમ (ઉ.ર૦, રહે. ત્રણેય ભીલવાસ) ને રૂા. ૧૦,૧૩૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.

(3:43 PM IST)