<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

હોટલમાં ચાલતા જુગારધામ પર દરોડો, સંચાલક, વેપારીઓ સહિત ૭ ઝડપાયા

તહેવાર પુરા થવા છતાં પત્તાપ્રેમી જુગાર છોડવાનું નામ લેતા નથી યુનિવર્સિટી રોડ પર હોટલ સાઇન એવન્‍યુમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૭ર હજારની રોકડ કબ્‍જે

 

રાજકોટ તા. ૯: તહેવારોમાં જુગાર હવે ઘર અને ફલેટ પુરતો મર્યાદીત રહ્યો નથી પરંતુ હોટેલોમાં પણ જુગાર રમવાનું દુષણ વકર્યું છે. સાતમ-આઠમનો તહેવાર પુરો થઇ ગયો છે. છતાં પત્તાપ્રેમી જુગાર છોડવાનું નામ લેતા નથી ત્‍યારે ક્રાઇમ બ્રાંચે યુનિવર્સિટી રોડ પર આવેલી હોટલમાં દરોડો પાડી જુગાર રમતાં હોટલ સંચાલક સહિત ૭ ને પત્તા ઢીંચતા પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ વનરાજ ગીડાની યુનિવર્સિટી રોડ પર એચ.પી.ના પેટ્રોલ પંપ સામે આવેલી હોટલ સાઇન એવન્‍યુમાં ત્રીજા માળે રૂમ નં. ૩૦૩ માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ્‍ટેબલ દિપકભાઇ ચૌહાણ, કોન્‍સ્‍ટેબલ રાજેશભાઇ ચાવડા, મનીષભાઇ ચાવડા સહિતના સ્‍ટાફે દરોડો પાડયો હતો.

જયાં રૂમ નં. ૩૦૩માં જુગાર રમતાં હોટલ સંચાલક વનરાજ રામકુભાઇ ગીડા (ઉ.વ. ૪ર, રહે. જાનકી વાટીકા શેરી નં. ર, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર), ઉપરાંત વેપારી રવિરાજ જયેશભાઇ રાઠોડ (ઉ.વ. ૩ર, રહે. શિવનગર શેરી નં. ર, પી.ડી.એમ. કોલેજ પાછળ), ડ્રાઇવીંગ કારતા હસમુખ જમનાદાસ ટીલાવત (ઉ.વ. ૩૦, રહે. ઉમરાળી ગામ, તા. જેતપુર), જયદીપ ગભરૂભાઇ ગીડા (ઉ.વ. ૩૦, રહે. જાનકી વાટીકા શેરી નં. ર, રેલનગર), જમીન-મકાનનાં ધંધાર્થી નયન જતીનભાઇ સેજપાલ (ઉ.વ. ૩૮, રહે. શાસ્‍ત્રીનગર અજમેરા, નાનામવા મેઇન રોડ), વેપારી શુભમગીરી મુકેશગીરી ગોસ્‍વામી (ઉ.વ. ર૪, રહે. કોઝી કોર્ટ યાર્ડ એપાર્ટમેન્‍ટ, સ્‍પીડવેલ ચોક, નાનામવા) અને વેપારી હિતેશ બાબુભાઇ સાવલીયા (ઉ.વ. ૪પ, રહે. પુષ્‍કરધામ સોસાયટી શેરી નં. પ, પુષ્‍કરધામ મેઇન રોડ) ને પકડી લઇ રૂા. ૭ર,ર૦૦ની રોકડ કબ્‍જે કરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

(2:52 PM IST)