<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

મિલન ચોથાણીના ઘરમાં જૂગારધામ પકડાયું: ૫૬ હજાર સાથે ૭ પકડાયા

ભગતસિંહજી ગાર્ડન પાછળ શિવશક્‍તિ સોસાયટીમાં ડીસીબીનો દરોડો

રાજકોટ તા. ૧૮: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન નજીક શિવશક્‍તિ સોસાયટી ચામુંડા ડેરીની સામે નેશનલ પંજાબી ચાઇનીઝ હોટલ પાછળ રહેતાં મિલન અરવિંદભાઇ ચોથાણીના ઘરમાં ડીસીબીની ટીમે દરોડો પાડી તેના સહિત ૭ને જૂગાર રમતાં ઝડપી લીધા છે. આ શખ્‍સો પાસેથી રૂા. ૫૬૫૦૦ની રોકડ કબ્‍જે કરવામાં આવી છે.

ડીસબીની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે તુલસીભાઇ ચુડાસમા, વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ ખોખરીયાને બાતમી મળતાં મિલન ચોથાણીના ઘરમાં દરોડો પાડયો હતો. અહિથી મિલન તેમજ કોૈશિક મનસુખભાઇ ગેલાણી (રહે. ક્રિષ્‍ના બંગ્‍લોઝ-૨, માધવ ગેઇટ મવડી), મિતુલ સુરેશભાઇ ગીનોયા (રહે. આકાશદીપ સોસાયટી-૨, મવડી), રાહુલ પરષોત્તમભાઇ તાળા (રહે. નાગબાઇ શેરી-૧, મવડી), સુભાષ મોહનભાઇ ગઢીયા (રહે. માટેલ પાર્ક-૨, સ્‍વાતિ રોડ, કોઠારીયા), ધ્રુપેશ ભીખાભાઇ ગાજીપરા (રહે. વૃજભુમિ-૧, મવડી બાયપાસ) અને સાગર જયંતિભાઇ સવાણી (રહે. શીવ કોમ્‍પલેક્ષ, માધવ ગેઇટ આગળ)ને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૫૬૫૦૦ કબ્‍જે લેવાયા હતાં. પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા અને ટીમે આ કામગીરી કરી હતી.

(2:41 PM IST)