તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 28th May 2026
ગજ્જર સખીવૃંદ દ્વારા રવિવારે ‘‘ગજ્જર શોર્ય સપૂત સન્માન સમારોહ'': ૧૧ જવાનોનું સન્માન

રાજકોટ,તા.૨૮: ગજ્જર સખીવૃંદ રાજકોટ દ્વારા આગામી તા.૩૧ના રવિવારે ૧૧ શૂરવીર જવાનોના સન્માન અર્થે ‘‘ગજ્જર શોર્ય સપૂત સન્માન'' કાર્યક્રમનું આયોજન કરાયું છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યું હતું કે દેશભક્તિ, શિષ્ય, રાષ્ટ્રસેવા અને સમર્પણની ભાવનાને વેગ મળે તે હેતુથી આ આયોજન કરાયુ છે. દેશની સરહદો પર અવિરત સેવા આપતા ગજ્જર સમાજ સૈનિકો અને પૂર્વ સૈનિકોનું આ સમારોહ દરમિયાન સન્માન કરાશે. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ પૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. તેમજ પ્રેરણાત્મક વક્તવ્યના માધ્યમથી રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવશે. વીર જવાનોના જીવન પ્રસંગો રજૂ થશે.
ગજ્જર સમાજના આગેવાનો, મહાનુભાવો, મહિલાઓ, યુવાઓ અને સમાજજનોને ઉપસ્થિત રહેવા ગજ્જર સમીવૃંદ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગજ્જર સખીવૃંદના સ્થાપક પ્રમુખ ઉત્પલાબેન જાદવાણી, પ્રમુખ વર્ષાબેન રાણપરીયા, મંત્રી દિયા વડગામા, મયુરીબેન ત્રેટીયા, માલતીબેન મેસ્વાણીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:17 PM IST)










