<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રઢીયાળી રાતે રમઝટ... દી ઉગે સહિયર માં... શૌર્ય ગીતો... ‘સહીયર'માં રાસડાની રમઝટ : આજે ન્‍યુઓન રાસ થીમ

સાંસદ પરસોતમ રૂપાલાજી, ડો. ભરતભાઈ બોધરાએ માણી રાસની રંગત : સુરેન્‍દ્રસિંહ વાળાને શ્રેષ્‍ઠ આયોજન માટે બીરદાવતા મહેમાનો

રાજકોટ : ચોથા નોરતાની રઢીયાળી રાત્રે સહિયર ક્‍લબ આયોજીત સહિયર રાસોત્‍સવમાં જામે દિવસ ઉગે તેવી રંગત જામી છે.

રાસની રંગતમાં હીંચ...  ટીટોડો... ટીમલી... ડાકલા... જેવા ડેઈલી પાસ ધારકોને આનંદ કરાવતા હોય સાથે ... શોર્ય પરંપરા અને સંસ્‍કળતિને અનુરૂપ શિવાજીનું હાલરડુ ઘડ ધીંગાડે જેવા જુસ્‍સાદાર રાહડાની રંગત જામી છે.

આ પ્રસંગે સાસંદ પરસોતમભાઈ રૂપાલા, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ બોધરા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્‍ટે. કમિટિના પૂર્વ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, વિક્રમભાઈ પુજારા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનિષભાઈ ભટ્ટ, ફાયર સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, અમીત વેકરીયા, ભરતભાઈ સાવડીયા, જયેશ લુણાગરીયા, રાજભા ચુડાસમા, સયાજી હોટલ દિગ્‍વીજયસિંહ જાડેજા, પી.એસ.આઈ. હરદેવસિંહ ગોહિલ, ડી.સી.બી. વિજયસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, જીતેન્‍દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, મેઘરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, જયપાલસિંહ જાડેજા, જયપાલસિંહ ગોહિલ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાસની રંગતમાં રાહુલ મહેતા, પુનમ ગોડલીયા તથા તેજસ શિશાંગીયા (જીલ એન્‍ટરટેઈનમેન્‍ટ)ના સંગત નિયોજન સાથે ખેલૈયાઓ ઉડી ઉડીને રમી રહ્યા છે. ગઇકાલના વિજેતાઓના નામ આ મુજબ છે : પ્રિન્‍સ સીનીયર : પારસ મકવાણા, જસ્‍મીન પાંભર,  દિ૫ ખેર, વિર રાઠોડ. પ્રિન્‍સેસ : ક્રિપા વાછાણી, જહાનવી દવે, માહી રાજદેવ, મોના સોની. જુનીયર વિજેતા : દેવ ગોહેલ, આદિત્‍ય વાઘેલા, ગેલીશ ઝાલા. જુનીયર વિજેતા : જીયા ડોડીયા, આરાધ્‍યા મહેતા, ઈશીતા કાકડીયા તથા વેલડ્રેસ વિજેતા પૂર્વલ દવે, મહિમા મકવાણા જાહેર થયા હતા.

વિજેતાઓને સહિયરના ગરબા કિંગ રાહુલ મહેતા, લોકગાયિકા પુનમબેન ગોડલીયા, ઢાકેચા બ્રધર્સ હિતેશ ઢાકેચા, દર્શન ઢાકેચા, ગણેશ સાઉન્‍ડ રોહિત વાડોદરીયા, અકિલાર પત્રકાર નિલેશભાઈ શિશાંગીયા, કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ, સંગીતકાર રવિ ઢાકેચા, સાગર માંડલીયા, રવિ ભટ્ટ, હિરેન ખાખી, વીડીયોગ્રાફર સંદીપભાઈ આસીયાણી, સ્‍ટેજ સેટઅપ કરનાર હિતેશ ચૌહાણ, આશિષ પંડયા, નિલેશ ગમારા, વિરેન ડોડીયા, પી.આઈ. વી.વી. રાણા, જયરાજસિંહ વાળા, અભિજીત વાળા, ધ્રુતિબા વાળા, મિતલબા વાળા, જીતેન્‍દ્રસિંહ જાડેજા, શ્રેયાબા વાળા, કળપાલીબા જાડેજા, પ્રતિકભાઈ જૈન, પુષ્‍પરાજસિંહ ઝાલ તથા બેસ્‍ટ ગ્રુપનું પ્રાઈઝ આસ્‍થા વાડોલીયા ગ્રૂપને ક્રિષ્‍નપાલસિંહ વાળા તથા કળષ્‍ણરાજસિંહ જાડેજાના હસ્‍તે એનાયત થયા હતા. આજરોજ સહિયરમા ન્‍યુઓન રાસ થીમનું આયોજન કરવામાં આવશે. તેમ તેજસ શિશાંગીયાની યાદીમાં જણાવાયું છે.

(3:15 PM IST)