તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
મિત્ર ભેગો તેના સાસરીયે ન જતાં વિપુલ મારવાડીની ધોકાથી ધોલાઇ
પરા પીપળીયામાં રહેતો યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૭: જામનગર રોડ પર પરા પીપળીયામાં બસ સ્ટેશન પાસે રહેતો અને વાંસની ચીજવસ્તુ બનાવવાનું કામ કરતો વિપુલ સવજીભાઇ કનાણી-મારવાડી (ઉ.વ.૨૮) નામના યુવાનને સાંજે ઘર નજીક બસ સ્ટોપ પાસે હતો ત્યારે તેના મિત્ર જીતુએ ઝઘડો કરી માથામાં ધોકાના ઘા મારી લેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
વિપુલે જણાવ્યું હતું કે હું વાંસ કામની મજુરી કરી ગુજરાન ચલાવુ છું. સાંજે ઘરે હતો ત્યારે મિત્ર જીતુ બોલાવવા આવ્યો હતો અને રોડ પર બસ સ્ટોપ પાસે લઇ ગયો હતો. તેની પત્નિ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રીસામણે હોઇ તેને ત્યાં સાસરીયામાં વાત કરવા જવું હોઇ મને સાથે આવવાનું કહેતાં મેં તેને ના પાડતાં ઉશ્કેરાઇ ગયો હતો અને ધોકાથી હુમલો કરી ભાગી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)










