<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

કોઠારીયા કોલોનીના તાજીયા ‘મંજૂરે ઇલાહી' નામથી પ્રખ્‍યાત

 

રાજકોટ : કોઠારીયા કોલોની મંજૂરે ઇલાહી તાજીયા છેલ્લા છ દશકાથી કલાત્‍મક તાજીયાને નિર્માણ કરેલ છે. રોશનીનો શણગાર, સબીલનું આયોજન કરેલ છે. ગુરૂવારે રાત્રે આમ ન્‍યાઝ, રાત્રે ધમાલ પાર્ટી દ્વારા હેરત અંગેજ દાવ રજૂ કરવામાં આવશે. ત્‍યારબાદ હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરો દ્વારા સન્‍માન કાર્યક્રમ યોજાશે.

આ વિસ્‍તારના તાજીયા હિન્‍દુ-મુસ્‍લિમ એકતા કોમી ભાઇચારા સમાન છે. શ્રધ્‍ધાળુઓ દ્વારા ગોળકાફુલ, ગુલાબ, અગરબતી, નાળીયેર, સાકર, પૈંડા, સુકોમેવે. ચડાવીને પોત પોતાના માનતા પૂર્ણ કરે છે. રાત્રે તાજીયા પરંપરાગત ઝૂલૂસમાં જોડાશે. અને માતમમાં રહેશે.

કાલે બપોર બે વાગે કલાત્‍મક તાજીયા પરંપરાગગત ઝૂલૂસમાં જોડાશે. રાત્રે ઠંડા થશે. આ સાથે યા હુસેનનો નારો ગુંજી ઉઠશે.

કોઠારીયા કોલોની મંજૂરે ઇલાહી કમીટીના મ. રઝકબાપુ પીરઝાદા, અકતરબાપુ બુખારી, નુરૂબાપુ પીરઝાદા, અનવરબાપુ, પીરઝાદા, સબીરભાઇ સવાણ, કાસમભાઇ રાઉમા, અજરૂબાપુ , અફઝલભાઇ રાઉમા, ઇકબાલભાઇ ધમાલી, અશરફભાઇ વિઘાણી, મકબુલભાઇ ચૌહાણ, અબુભાઇ ચિરાગભાઇ રાઉમા, આદિલભાઇ રાઉમા, અસ્‍લમભાઇ સવાણ, કરીમભાઇ, અસ્‍લમભાઇ શહમદાર, રાઝકભાઇ, હાઉનભાઇ, મહેમુદભાઇ, ફિરોઝભાઇ, દાઉદભાઇ હેરજા, સીકદરભાઇ ઠાસરીયા, ચિરાગભાઇ રાઉમા, અમીતભાઇએ તાજીયા દિદાર કરવા એકયાદીમાં અનુરોધ કર્યો છે. 

(2:22 PM IST)