<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

બુધવારે મહિલાઓ માટે બી.આર.ટી.એસ. સીટી બસમાં વિનામુલ્‍યે મુસાફરી

‘ભાઈબીજ'ના પવિત્ર તહેવાર નિમિતે મનપાની બહેનો/મહિલાઓને અનોખી ભેટ

રાજકોટ, તા., ૭:  મહાનગર પાલિકાહસ્‍તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. મહાનગરપાલિકાદ્વારા દર વર્ષની પરંપરા મુજબ આગામી તા.૧૧નવેમ્‍બર  બુધવારના રોજ ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્‍ક મુસાફરીની ભેટ આપે છે. ‘ભાઈબીજ'ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્‍ત બહેનો/મહિલાઓ નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ મુસાફરી દરમ્‍યાન રાબેતામુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષ દંડક  સંજયસિંહ રાણા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ‘ભાઈબીજ'ના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિઃશુલ્‍ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને ખાસઅપીલ કરવામાં આવે છે અને ‘ભાઈબીજ'ના પવિત્ર તહેવારની શુભેચ્‍છા પાઠવે છે

(3:38 PM IST)