<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

સ્‍વ. મધુબેન શુકલના સ્‍મરણાર્થે નિધિ સ્‍કૂલનાં આંગણે કાલે વિનામૂલ્‍યે દંતયજ્ઞ સેવા કેમ્‍પ

રાજકોટ : તા.૩૦: રાજકોટ શહેરમાં જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્‍ય સુખાકારીના હેતુથી સ્‍વ. મધુબેન ચીમનભાઇ શુકલના સ્‍મરણાર્થે અરવિંદભાઇ મણિયાર જન કલ્‍યાણ ટ્રસ્‍ટ અને નિધિ સ્‍કૂલના સ઼યુક્‍ત ઉપક્રમેકાલે તા.૩૧ના રવિવારે  નિઃશુલ્‍ક ‘‘દંત યજ્ઞ સેવા કેમ્‍પ'' યોજાશે.

ગાીંગ્રામ વિસ્‍તારમાં આવેલી નિધિ સ્‍કૂલ ખાતે આ કેમ્‍પ સવારે ૯ થી ૧૨ વાગ્‍યા દરમિયાન કાર્યરત રહેશે. આ દંત ચિકિત્‍સા કેમ્‍પમાં જાણીતા દંતશાષાી ભરતભાઇ વ્‍યાસ દ્વારા પ્રાચીન અને અસરકારક ‘‘જાલંધર બંધ પ્રયોગ'' દ્વારા દર્દીઓના દુઃખતા, સડેલા કેહલતા દાંતને કોઇપણ પ્રકારના ઇન્‍જેક્ષન કે એલોપેથિક દવા આપ્‍યા વિના ખૂબ જ સરળતાથી કાઢી આપવામાં આવશે. તેમજ દાંત કાઢી નાખેલ દર્દીને પોષ્‍ટિક આહાર  પણ આપવામાં આવશે.

કેમ્‍પ દરમિયાન પ્રતિષ્‍ઠિત ડો.રૂચિતાબેન માલી (બી.ડી.એસ.) દ્વારા હાજર દર્દીઓના દાંતની ઝીણવટભરી વૈજ્ઞાનિક ભકાસણી કરી યોગ્‍ય સારવાર તેમજ જાળવણી અંગે  જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડશે. આ ઉપરાંત , કેમ્‍પમાં  આવતા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે જરૂરી  દવાઓ પણ આપવામાં આવશે.

કેમ્‍પમાં  કોૈશિકભાઇ ચીમનભાઇ શુકલ, કશ્‍યપભાઇ ચીમનભાઇ શુકલ, તેમજ ડો. નેહલભાઇ ચીમનભાઇ શુકલ (મેયરશ્રી મહાનગર પાલિકા), તેમજ શ્રીમતિ  કાશ્‍મીરાબેન બકુલભાઇ નથવાણી પરિવાર તેમજ અરવિંદભાઇ મણીયાર જન કલ્‍યાણ ટ્રસ્‍ટના કલ્‍પકભાઇ અરવિંદભાઇ મણીયાર તેમજ ડો. દર્શિતાબેન શાહ (ધારા સભ્‍ય ), શ્રીમતિ દક્ષાબેન વસાણી (ડેપ્‍યુટી મેયર) તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

આ દંત યજ્ઞ સેવા કેમ્‍પનો લાભ લેવા માટે રવિવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન જ નિધિ સ્‍કૂલ (ભારતીય નગર શેરી નંબર -૨, રામાપીર ચોકડી પાસે, ગાંધીગ્રામ, રાજકોટ) ખાતે સ્‍થળ પર જ નામ નોંધણી કરાવવાની રહેશે. આયોજકો દ્વારા વોર્ડ નંબર ૧ અને ગાંધીગ્રામ વિસ્‍તારના તમામ રહેવાસીઓને આ નિઃશુલ્‍ક દંત યજ્ઞ સેવાનો મહત્તમ લાભ લેવા અરવિંદભાઇ મણિયાર જન કલ્‍યાણ ટ્રસ્‍ટ અને નિધિ સ્‍કૂલના દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દંતશાષાી ડો. ભરતભાઇ વ્‍યાસ, યશપાલસિંહ ચૂડાસમા, અવીભાઇ મકવાણા, હર્ષદભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)(

(3:59 PM IST)