News of Monday, 21st September 2026
ગોકુલ હોસ્પિટલમાં ૭૦થી વધુ બાળકોની ફ્રી સર્જરી

રાજકોટ : મિશન સ્માઈલ, મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન અને ગોકુલ હોસ્પિટલના સહયોગથી ગોકુલ હોસ્પિટલ ખાતે તુટેલા હોઠ અને તાળવાની ખામીવાળા બાળકો માટે વિનામુલ્યે સર્જરી કરી દવા ઉપરાંત રહેવા અને જમવાની સુવિધા પુરી પાડવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.
નિઃશુલ્ક કલેફટ લિપ અને કલેફટ પેલેટ સર્જરીનો આ ચોથો કેમ્પ છે. મુથુટ પપ્પાચન ગ્રુપ સાથેની આ ભાગીદારીમાં છેલ્લા ૯ વર્ષ દરમ્યાન વડોદરા, રાજકોટ અને કચ્છમાં ૫૦૦ થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ભારતમાં મુથુટ ફાઉન્ડેશન અને મિશન સ્માઇલની ભાગીદારી દ્વારા ૩૮૬૧ બાળકોને નિઃશુલ્ક સર્જરી કરી સુરક્ષીત કરવામાં આવ્યા છે. ન્યુરો સર્જન તરીકે ડો. પ્રકાશ મોઢાએ ગોકુલ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટરના નામથી શરૂઆત કરી હતી. જે આજે વિદ્યાનગર રોડ ઉપર ૭૫ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ અને કુવાડવા રોડ ઉપર ૧૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.
(3:27 PM IST)










