News of Monday, 20th April 2026
સુરીલા સફર ગ્રુપ દ્વારા કાલે કરાઓકે સંગીત સંધ્યાનો નિઃશુલ્ક કાર્યક્રમઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ
૧૩ ગાયકો ૩૭ જેટલા ગીતો પીરસશેઃ બાળકો ડાન્સ રજૂ કરશે

રાજકોટ : સંગીત પ્રેમીઓ માટે સુરીલા સફર ગ્રુપ દ્વારા એક શાનદાર કરાઓકે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ૨૧ એપ્રિલના મંગળવારે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ થી ૧ સુધી સંગીતની મહેફિલ જામશે.
આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝર અને વોઇસ ઓફ મોહમ્મદ રફી તરીકે જાણીતા મનીષ પેશાવરીયા તેમજ ડો. કિંજલ પરમાર, રાજેશભાઇ અને જલ્પા ભાડેશીયા, વિશાખા સીનરોજા સહિત ૧૩ ગાયકો ૩૭ જેટલા ગીતો રજૂ કરશે.
આ કાર્યક્રમમાં ગજ્જર સુથાર જ્ઞાતિના નાના ભૂલકાઓ હેમાક્ષી પેશાવરીયાના માર્ગદર્શન હેઠળ ડાન્સની રજૂઆત કરશે. કાર્યક્રમનું સંચાલન નીતિનભાઇ બદ્રકીયા અને જયેશભાઇ ગજ્જર કરશે. એન્ટ્રી ફ્રી હોય સંગીતમય કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓને નિમંત્રણ અપાયું છે. રોયલએકેડમીના ફાઉન્ડર ચંદ્રકાન્તભાઇ શેઠનો પણ સહયોગ મળેલ હોવાનું સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:24 PM IST)










