તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મધુવન સ્કૂલમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ

રાજકોટ : શહેરના મોરબી રોડ સ્થિત સેટેલાઇટ ચોક પાસે આવેલી મધુવન સ્કૂલ ખાતે માનવસેવાના ઉમદા હેતુથી આરોગ્ય તપાસ શિબિર, આંખ તપાસ કેમ્પ તેમજ મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં બહોળી સંખ્યામાં સ્થાનિક રહીશ અને જરૂરિયાતમંદ નાગરિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં આરોગ્ય તપાસ અનુભવી તબીબો દ્વારા સામાન્ય રોગો, બીપી, ડાયાબિટીસ વગેરેનું નિદાન કરી જરૂરી તબીબી સલાહ આપવામાં આવી હતી. નિષ્ણાત નેત્ર ચિકિત્સકો દ્વારા આંખોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઈન્ચાર્જ મયુરભાઈ ભમ્મર, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, પ્રભારી રસીકભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, પરેશભાઈ લીંબાસીયા, પૂર્વ શહેર ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા સહિત સ્થાનિક આગેવાનો સંગઠનના હોદ્દેદારો, તબીબો તેમજ મધુવન સ્કૂલના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સ્થાનિક ટીમ અને ઈન્ચાર્જ મયુરભાઈ ભમ્મર દ્વારા કરવામાં આવ્યું હતું.
(2:52 PM IST)










