<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

શુક્રવારે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમમાં બાળકો માટે નિઃશુલ્‍ક પ્રવેશ

ગાંધી જયંતી નિમિત્તે ર ઓકટોબરે ૧ર વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો વિનામૂલ્‍યે મ્‍યુઝિયમની મુલાકાત લઇ શકશે : પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ તા. ર૯ : આગામી તા.૨ ઓકટોબરને ગાંધી જયંતી નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક પ્રવેશ આપવામાં આવશે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

આ મ્‍યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્‍યુઅલ અને એલ.ઇ.ડી. સ્‍ક્રીન મારફત દર્શાવામાં આવ્‍યા છે. મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમમાં મ્‍યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્‍યા છે દરરોજ રાત્રે ૭ વાગ્‍યે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એ સાઉન્‍ડ શો પ્રદર્શિત કરાય છે

(3:22 PM IST)