તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 6th May 2026
રોટરી કલબ ઓફ રાજકોટ અને ઇનર વ્હીલ કલબ ઓફ રાજકોટ દ્વારા નિઃશુલ્ક
પ્રોસ્થેટીક ફૂટ (કૃત્રિમ પગ) કેમ્પ તા.૪, ૫, ૬ માપ લેવાશે, ૭ મીએ ફિટમેન્ટ કેમ્પ : નામ નોંધણી ચાલુ

રાજકોટ : રોટરી કલબ ઓફ રાજકોટ તથા ઇનર વ્હીલ કલબ ઓફ રાજકોટ દ્વારા સંયુક્ત રીતે નિઃશુકલ ‘‘પ્રોસ્થેટિક ફૂટ (કૃત્રિમ પગ)'' કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને નિઃશુલ્ક કૃત્રિમ પગ ફિટ કરીને આપવામાંઆવશે, પ્રોસ્થેટિક કૂટના મુખ્ય લાભોઃ સરળતાથી ચાલી અને સાયકલ ચલાવી શકે, સીડીઓ ચઢવા-ઉતરવામાં સરળતા રહે, જમીન પર બેસવા તથા દૈનિક કાર્યો કરવામાં સહજતથા આવે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
જેના માટે નામ નોંધણી સમય : સવારે ૧૦ થી બપોરે ૧ અને બપોરે ૪ થી સા઼જે ૮ સુધી, સંપર્ક માટે : મિલેશ મહેતા - ૯૧૭૩૧ ૦૭૮૭૮, અંજલી મનવાણી - ૯૫૧૨૧ ૨૫૧૩૩.
માપ લેવા તા.૪,૫, ૬ તેમજ સવારે ૮:૩૦ કલાકે ફિટમેન્ટ કેમ્પ તા. ૭ સવારે ૮:૩૦ કલાકે નાગર બ્રામણ બોર્ડિંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, રાજકોટ ખાતે યોજાશે.
શરદ શેઠના માર્ગદર્શન હેઠળ આયોજીત આ આયોજનને સફળ બનાવવા રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ નિમિષા વોરા તેમજ પ્રોજેક્ટ ચેર . ચંદ્ેશ મનવાણી અને અંજલી મનવાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં મિલેશ મહેતા, જીજ્ઞેશ પાઉ, અજંલીબેન મનવાણી, નિમિષાબેન વોરા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરી)
(3:52 PM IST)










