<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

બહેનો માટે નિઃશુલ્‍ક બ્રેસ્‍ટ કેન્‍સર નિદાન કેમ્‍પ

ડો. દર્શિતા શાહ તથા સ્‍ટર્લિંગ હોસ્‍પિટલના સંયુકત ઉપક્રમે : ૩ થી ૭ ઓગસ્‍ટ આયોજનઃ તા.૧ સુધીમાં રજીસ્‍ટ્રેશન ફરજીયાત

રાજકોટઃ શહેરના વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ  તથા ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ દ્વારા  બ્રેસ્‍ટ કેન્‍સર સંદર્ભે બહેનામાં જાગળતિ લાવવા નિઃ શુલ્‍ક કેન્‍સર નિદાન કેમ્‍પનું આયોજન કરાયું છે. આ કેમ્‍પ માં નિઃશુલ્‍ક મેમોગ્રાફિ કરવામાં આવશે.

વ્‍યવસ્‍થા ના ભાગરૂપે આ કેમ્‍પ માટે બહેનો એ તા.૨૭ જૂલાઇ થી તા.૦૧-ઓગસ્‍ટ સુધી સવારે ૧૧ થી ૪: વચ્‍ચે ડો.દર્શિતા શાહ ધારાસભ્‍ય વિધાનસભા-૬૯ ના જન સંપર્ક કાર્યાલય મોબાઈલ નંબર - ૯૯ ૭૯૨ ૭૯૨ ૯૦ પર રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે.

 આ નિદાન કેમ્‍પ ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ ખાતે તા. ૦૩થી તા.૦૭ ઓગસ્‍ટ સુધી સવારે૮: થી  ં૧૦:૩૦ સુધી રહેશે. આ નિઃ શુલ્‍ક કેમ્‍પનો લાભ લેવા ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ દ્વારા બહેનો ને અનુરોધ કરવામાં આવેલ છે.

(2:43 PM IST)