તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
વિવિધ રોગના નિષ્ણાત તબીબો દર્દીઓને નિઃશુલ્ક તબીબી સલાહ અને તપાસ પૂરી પાડશે

રાજકોટ તા. ૨૬ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા માનવ સેવાના હેતુસર આગામી રવિવારે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે તબીબી સલાહ અને તપાસ પૂરી પાડવામાં આવશે. તા.૨૮ ના રવિવારના સવારે ૮-૩૦ થી બપોરે ૧૨-૩૦ સુધી રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આસ્થા સોસાયટીના ગેટની અંદર આવેલા શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે યોજાનાર આ કેમ્પમાં ૧૫થી વધુ નિષ્ણાંત તબીબો સેવા આપશે. જેમાં હૃદય રોગના નિષ્ણાત ડો. મનદીપ ટીલાળા, કેન્સર નિષ્ણાત ડો. શ્વેતા ટીલાળા, કાન, નાક, ગળું તેમજ મોઢાના કેન્સરના નિષ્ણાત ડો. મોનિલ પરસાણા, જનરલ ફિઝિશિયન ડો. ભાવેશ વિરાણી અને ડો. મયુર પટોળીયા, આંખના સર્જન ડો. અનુરથ સાવલિયા, કાન, નાક, ગળાના સર્જન ડો. મનસુખ રંગાણી, પેટ, આંતરડાના નિષ્ણાંત તેમજ જનરલ સર્જન ડો. કેવિન અજુડીયા,સ્ત્રી રોગના નિષ્ણાત ડો. શ્રુતિ ચોવટીયા, હાડકાના ફ્રેક્ચર તેમજ સાંધા બદલવાના સર્જન ડો. કલ્પેશ રાણપરીયા, ચામડી, વાળ અને નખના રોગના ડો. હિરેન ઢોલરીયા, દાંત, પેઢા, મોં તેમજ જડબાના નિષ્ણાત-સર્જન ડો. મોહિત પાંભર અને ડો. મિતુલ સોજીત્રા, આયુર્વેદિક પદ્ધતિથી સારવારના નિષ્ણાત ડો. ધ્રુપલ સગપરીયા સેવા આપશે.
કેમ્પ દરમિયાન કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ કેન્સર સોસાયટીના સહયોગથી વેલસ્કોપ મશીન દ્વારા મોઢાના કેન્સરની ખાસ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓ માટે બ્લડ પ્રેશર (બીપી), ડાયાબિટીસ અને હિમોગ્લોબીનની તપાસ પણ તદ્દન મફત કરી આપવામાં આવશે.
કેમ્પનો લાભ લેવા આવનાર તમામ દર્દીઓએ પોતાના રોગને લગતા તમામ જૂના રિપોર્ટ, એક્સ-રે તથા ફાઇલ સાથે લાવવાના રહેશે. આ કેમ્પ અંગે વધુ વિગતો માટે મો.૯૭૧૪૦૨૬૨૬૨ અને ૮૪૦૧૦૮૮૦૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ કેમ્પને સફળ બનાવવા ભોજલરામ ઉત્કર્ષ ભવન તેમજ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (મેઈન યુવા)ની જહેમત ઉઠાવી રહી છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વશ્રી હરેશભાઇ સગપરીયા, રહિષભાઇ વિરડીયા, રસીકભાઇ ઠેસીયા, નિલેશભાઇ કથીરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (
(2:51 PM IST)










