તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
‘નિટ'ની પરીક્ષામાં પુજીત રૂપાણી ટ્રસ્ટના ચાર વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ

રાજકોટઃશ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા NEET-૨૦૨૬ના પરિણામમાં ટ્રસ્ટના વિદ્યાર્થીઓ શ્રેયા વડગામા, આયુષી મછોયા, રિયા ચુડાસમા તથા રાજ લોખીલએ ફચ્ચ્વ્ પરીક્ષામાં ઉત્તમ ગુણ સાથે સફળતા પ્રાપ્ત કરી મેડિકલ ક્ષેત્રે આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો છે. વિદ્યાર્થીઓને આ ઝળહળતી સિદ્ધિ બદલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી મંડળ, સમગ્ર જ્ઞાનપ્રબોધિની ટીમેં અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છેલ્લા ૨૭ વર્ષથી જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, માર્ગદર્શન અને સર્વાંગી વિકાસની તક પૂરી પાડી રહ્યું છે. ટ્રસ્ટના અનેક વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર, આઇઆઇટી, સીએ, તથા અન્ય ઉચ્ચ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં સફળતા મેળવી પોતાના કુટુંબના તારણહાર બન્યા હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
ટ્રસ્ટના શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડૉ. મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી તેમજ કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, શ્રીમતી મીરાબેન મહેતા, શ્રીમતી ગીતાબેન તન્ના, રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:01 PM IST)










