તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
જિલ્લા પંચાયતમાં સમિતિઓની રચનાઃ અધ્યક્ષો જાહેર, વિધિવત ર૦મીએ ચૂંટાશે
નવા શાસકોની પ્રથમ સામાન્ય સભા શાંતિપૂર્ણઃ શિક્ષણ સમિતિમાં રાજેન્દ્ર ધારૈયા અને સીમાબેન જોષી કો.ઓપ્ટ સભ્ય ૭ ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માનઃ સ્પર્ધાના વિજેતા છાત્રોને પ્રોત્સાહનઃ ‘જસદણ પટારી' ને બિરદાવતો ઠરાવ

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે પ્રમુખ સંજય પીપળિયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ, ઉપપ્રમુખ સામત બાંભવા, ડે. ડી.ડી.ઓ. પ્રિયંક ગલચર, જય ગોસ્વામી, બ્રિજેશ સોજીત્રા અને સભ્યો ઉપસ્થિત રહયા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)
રાજકોટ, તા. ૯: જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે સવારે પ્રમુખ સંજય પીપળિયાની અધ્યક્ષતામાં અને ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં મળેલ જેમાં વિવિધ સમિતિઓની રચના કરી તેના અધ્યક્ષના નામ જાહેર કરવામાં આવેલ સમિતિઓની પ્રથમ બેઠક જે તે શાખા અધિકારીની હાજરીમાં તા. ર૦ જુલાઇ સોમવારે મળશે જેમાં અધ્યક્ષ વિધિવત ચૂંટણી થશે તમામ સમિતિઓમાં નવા ચહેરાઓને અધ્યક્ષ તરીકે સ્થાન અપાયુ છે. કારોબારી સમિતિમાં ભારતીબેન હુંબલનું નામ અધ્યક્ષ તરીકે જાહેર થયુ છે. કારોબારીના અધ્યક્ષ તરીકે નરશીભાઇ સોજીત્રાનું નામ અગાઉ જાહેર થઇ ગયુ છે. શિક્ષણ સમિતિમાં લાંબા સમયબાદ બે કો.ઓપ્ટ, સભ્યો નિયુકત કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ભાજપના અગ્રણી સીમાબેન જોષી અને રાજેન્દ્ર ધારૈયાનો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે તે નીચે મુજબ છે. દરેક સમિતિમાં પ્રથમ નામવાળા સભ્યને તે સમિતના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે.
કારોબારી સમિતિ
નરશીભાઇ શંભુભાઇ સોજીત્રા,
અર્જુનભાઇ ખાટરીયા,
સોનલબેન કિરણભાઇ વાધરીયા,
જયશ્રીબેન ભરતભાઇ ચોવટીયા,
ધર્મેન્દ્રભાઇ રણછોડભાઇ ટીલાળા,
જસ્મીનભાઇ રસિકભાઇ પીપળીયા,
રાધિકાબા ભવ્યરાજસિંહ જાડેજા,
રમીલાબેન મુકેશભાઇ મેર,
સવિતાબેન નાથાભાઇ વાસાણી,
બાંધકામ સમીતી
ભારતીબેન મજબુતભાઇ હુંબલ
દિપકભાઇ બાબુભાઇ ગાજીપરા
લાલજીભાઇ ભોવાનભાઇ તળાવીયા
અર્જુનભાઇ ખાટરીયા
જસ્મીનભાઇ રસીકભાઇ પીપળીયા
સામાજીક ન્યાય સમીતી
જગદીશભાઇ દેવજીભાઇ પરમાર
અંજુબેન મનસુખભાઇ મુછડીયા
અમીતભાઇ મનોજભાઇ ગોહેલ
પુષ્પાબેન મહેશભાઇ રાદડીયા
સંજયભાઇ લુણશીયા
શિક્ષણ સમીતી
નિલેશભાઇ અમરશીભાઇ હીરપરા
અલ્પાબેન મુકેશભાઇ તોગડીયા
ભારતીબેન મજબુતભાઇ હુંબલ
નરશીભાઇ શંભુભાઇસોજીત્રા
હરેશભાઇ કાનજીભાઇ કચ્છી
રાધીકાબા ભવ્યરાજસિંહ જાડેજા
દિલીપભાઇ ધીરૂભાઇ સરવૈયા
સીમાબેન દિલીપભાઇ જોષી
રાજેન્દ્રભાઇ કેશવભાઇ ધારૈયા
આરોગ્ય સમીતી
વિલાસબેન વલ્લભભાઇ ઢાંકેચા
સરોજબેન અશોકભાઇ ઉ઼ધાડ
શ્રધ્ધાબેન ભરતભાઇ મકવાણા
સોનલબેન કિરણભાઇ વાઘરીયા
સુમીતાબેન રાજેશભાઇ ચાવડા
અપીલ સમીતી
સંજયભાઇ પોલાભાઇ પીપળીયા
સામતભાઇ ખેંગારભાઇ બાંભવા
અલ્પાબેન મુકેશભાઇ તોગડીયા
ધર્મેન્દ્રભાઇ રણછોડભાઇ ટીલાળા
લીલાબેન ચતુરભાઇ રાજપરા
સિંચાઇ સહકાર સમીતી
કુંદબેન વિજયદાન માવલ
રમીલાબેન મુકેશભાઇ મેર
શ્રધ્ધાબેન ભરતભાઇ ગોવાણી
પારૂલબેન નિકુંજભાઇ કણસાગરા
સિંચાઇ સહકાર સમિતિ
દેવેન્દ્રભાઇ પરબતભાઇ ઝાપડિયા
કંચનબેન વલ્લભભાઇ રાજપરા
જલ્પાબેન ભરતભાઇ મકવાણા
દિલીપભાઇ ધીરૂભાઇ સરવૈયા
અમરશીભાઇ નાનજીભાઇ ચૌહાણ
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે તે વખત સમરસ થયેલ ૭ ગ્રામ પંચાયતને ૩૪.૭પ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. તેના સરપંચઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
રાજય સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિસ્તારોની અસ્મિતા જળવાય તે માટે ‘મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના' અમલમાં મુકવા આવેલ છે. જે અન્વયે નિબંધ તથા વકતૃત્ય સ્પર્ધા અંતર્ગત તાલુકા કક્ષાએ પ્રથમ પસંદગી પામેલ સ્પર્ધકને રૂા. ૧૦,૦૦૦ દ્વિતિય પસંદગી પામેલ સ્પર્ધકને રૂા. ૭,૦૦૦ અને તૃતિય પસંદગી પામેલ સ્પર્ધકને રૂા. ૩,૦૦૦ પુરસ્કાર મળી તાલુકા દીઠ કુલ રકમ રૂા. ર૦,૦૦૦ ની રકમ આપવાનું ઠરાવેલ છે. તે મુજબ વિજેતા સ્પર્ધકોને ઇનામો અપાયા હતાં.
નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાએ પ્રથમ પસંદગી પામેલ સ્પર્ધકને રૂા. રપ,૦૦૦, દ્વિતીય પસંદગી પામેલ સ્પર્ધકને રૂા. ર૦,૦૦૦ અને તૃતિય પસંદગી પામેલ સ્પર્ધકને રૂા. ૧પ,૦૦૦ પુરસ્કાર મળી જિલ્લા કક્ષા માટે કુલ રકમ રૂા. ૬૦,૦૦૦ ની રકમ આપવામાં આવી છે.
જસદણની વર્ષો જુની વિરાસત અને અદ્્ભૂત હસ્તકલાના પ્રતીક સમી જસદણ પટારીને તાજેતરમાં વૈશ્વિક ઓળખ આપતો જીઆઇટેગ મળેલ છે. જે આપણા જિલ્લા માટે અત્યંત હર્ષ અને ગૌરવની બાબત છે.
જીવંત વારસાને સાચવી રાખનાર તમામ કલાકારો, કારીગરો અને સમગ્ર વિસ્તારના નગરજનોને જિલ્લા પંચાયત રાજકોટ શુભેચ્છા આપતો ઠરાવ પસાર કરવામાં આવેલ છે. તેમજ સમગ્ર જિલ્લામાં નાણાપંચની ગ્રાંટના કામો ૧૦૦ ટકા પુર્ણ કરનાર કુલ ૦૩ સરપંચશ્રીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયતની કઇ
સમિતિમાં કોણ અધ્યક્ષ?
કારોબારી સમિતિ : નરસીભાઇ સોજીત્રા
સામાજિક ન્યાય સમિતિ : જગદીશ પરમાર
શિક્ષણ સમિતિ : નિલેષ હીરપરા
આરોગ્ય સમિતિ : વિલાસભાઇ ઢાંકેચા
બાંધકામ સમિતિ : ભારતીબેન હુંબલ
અપીલ સમિતિ : સંજય પીપળિયા (હોદાની રૂએ)
મહિલા બાળ વિકાસ સમિતિ : કુંદનબેન માવલ
સિંચાઇ સહકાર સમિતિ : દેવેન્દ્ર જાપડિયા
(2:50 PM IST)










