<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સ્‍વાદપ્રિય રાજકોટના શિરે વધુ એક સુવર્ણ કલગીઃ કાલાવડ રોડ પરનું ‘કૈલાશ પર્વત' પશ્ચિમ ભારતનું બેસ્‍ટ વેજિટેરિયન રેસ્‍ટોરન્‍ટ

મુંબઈના ભવ્‍ય સમારોહમાં સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરની હાજરીમાં ૧૫૦થી વધુ રેસ્‍ટોરન્‍ટ્‍સ વચ્‍ચે ખરાખરીના જંગ બાદ મળ્‍યો ‘વેજિટેરિયન રેસ્‍ટોરન્‍ટ ઓફ ધ યર' નો પ્રતિષ્ઠિત એવોર્ડ

 

રાજકોટઃ સ્‍વાદપ્રિય રંગીલા રાજકોટના ખાણીપીણીના શોખીનો અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે અત્‍યંત આનંદ અને ગૌરવના સમાચાર સામે આવ્‍યા છે. રાજકોટના કાલાવડ રોડ પર કાર્યરત અને સ્‍વાદરસિયાઓમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલા ‘કૈલાશ પર્વત રાજકોટ' રેસ્‍ટોરન્‍ટને તાજેતરમાં પヘમિ ભારત કક્ષાના અત્‍યંત પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યું છે. મુંબઈ ખાતે આયોજિત ‘રેસ્‍ટોરન્‍ટ એવોર્ડ્‍સ ૨૦૨૬, વેસ્‍ટ ઇન્‍ડિયા એડિશન' માં કૈલાશ પર્વતને ‘વેજિટેરિયન રેસ્‍ટોરન્‍ટ ઓફ ધ યર' એટલે કે વર્ષનું શ્રેષ્ઠ શાકાહારી રેસ્‍ટોરન્‍ટ જાહેર કરવામાં આવતા રાજકોટનું નામ રાષ્ટ્રીય ફલક પર ઝળકી ઉઠ્‍યું છે. આ અદભુત સન્‍માન એ બાબતની સાબિતી આપે છે કે રાજકોટ હવે માત્ર પરંપરાગત સ્‍વાદ જ નહીં, પરંતુ વૈશ્વિક સ્‍તરની ઉત્‍કૃષ્ટ ડાઇનિગ સેવાઓ અને ક્‍વોલિટીમાં પણ નવા આયામો સર કરી રહ્યું છે.

ગત ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ મુંબઈની જાણીતી અને વૈભવી હોટેલ 'ધ વેસ્‍ટિન મુંબઈ ગાર્ડન સિટી' ખાતે આ ભવ્‍ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્‍સનું સંયુક્‍ત આયોજન ભારતની સર્વોચ્‍ચ અને ખ્‍યાતનામ સંસ્‍થાઓ ‘ફ્રેન્‍ચાઇઝ ઇન્‍ડિયા' અને ‘રેસ્‍ટોરન્‍ટ ઇન્‍ડિયા.ઇન' દ્વારા કરવામાં આવ્‍યું હતું, જે દેશમાં રેસ્‍ટોરન્‍ટ ઉદ્યોગ માટે આવી પ્રમાણિત અને વિશ્વસનીય કસોટી કરવા માટેની એકમાત્ર સત્તાવાર સંસ્‍થા છે. કૈલાશ પર્વત રેસ્‍ટોરન્‍ટને રાજકોટમાં શરૂ થયાને હજુ માત્ર ચાર મહિનાનો અત્‍યંત ટૂંકો સમયગાળો થયો છે, ત્‍યારે આટલા અલ્‍પ સમયમાં પヘમિ ભારત કક્ષાનો આટલો મોટો એવોર્ડ મેળવવો એ ભારે આヘર્ય અને મોટી સફળતા સમાન છે.

આ સ્‍પર્ધા અત્‍યંત કઠિન અને પડકારજનક હતી, જેમાં મુંબઈ, પુણે, અમદાવાદ સહિત પヘમિ ભારતના વિવિધ શહેરોની ૧૫૦થી વધુ નામાંકિત રેસ્‍ટોરન્‍ટ્‍સ નોમિનેટ થઈ હતી. આ તમામ સુપ્રસિદ્ધ પ્‍યોર વેજિટેરિયન રેસ્‍ટોરન્‍ટ્‍સને પછાડીને રાજકોટના 'કૈલાશ પર્વતે' આકરી સ્‍પર્ધામાં બાજી મારી લીધી હતી અને ૪૦થી વધુ શ્રેણીઓ વચ્‍ચે ગૌરવવંતો ‘પ્‍યોર વેજિટેરિયન રેસ્‍ટોરન્‍ટ ઓફ ધ યર' નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ વિજેતા નક્કી કરવા પાછળ ઉદ્યોગના ટોચના નિષ્‍ણાતોની બનેલી કડક જ્‍યુરી દ્વારા તટસ્‍થ મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. જેમાં રેસ્‍ટોરન્‍ટની આકર્ષક આંતરિક સજાવટ (ઇન્‍ટિરિયર), ગ્રાહકોને પીરસાતી ઉત્તમ સેવાની ગુણવત્તા (સર્વિસ ક્‍વોલિટી) તેમજ વિવિધ ઓનલાઇન પ્‍લેટફોર્મ્‍સ પર ગ્રાહકો દ્વારા મળેલા જીણવટભર્યા સકારાત્‍મક પ્રતિભાવો (રિવ્‍યૂઝ) જેવા આકરા માપદંડોને ધ્‍યાને લેવાયા હતા. મુંબઈના આ ભવ્‍ય સમારોહમાં દેશના મશહૂર સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર મુખ્‍ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. વિજેતાની સચોટ પસંદગી કરનાર જ્‍યુરી પેનલમાં ચાર દિગ્‍ગજ નિષ્‍ણાતો- ચારકોલ કોન્‍સેપ્‍ટ્‍સના ક્‍યુલિનરી ડિરેક્‍ટર શિખા નાથ, એન્‍ટરપ્રિન્‍યોર ઇન્‍ડિયાના એડિટોરિયલ ડિરેક્‍ટર સચિન મર્યા, પ્રખ્‍યાત સેલિબ્રિટી શેફ તથા લેખક વિકી રત્‍નાની અને આઈ.એચ.એમ ઇન્‍ટરનેશનલ કોલેજના પ્રેસિડેન્‍ટ તથા સિનિયર હોટેલિયર દિવાન ગૌતમ આનંદનો સમાવેશ થતો હતો.

 આ તમામ પાસાઓની આકરી ચકાસણી બાદ કૈલાશ પર્વત રાજકોટને વિજેતા જાહેર કરાતા રેસ્‍ટોરન્‍ટના સંચાલક અને માલિક મીત કારિયાએ ખાસ મુંબઈ ખાતે ઉપસ્‍થિત રહીને આ ગૌરવવંતી ટ્રોફી સ્‍વીકારી હતી. રાજકોટની અંદાજે ૮૫ થી ૯૦ ટકા જનતા સંપૂર્ણપણે શાકાહારી છે, ત્‍યારે રાજકોટના જ આંગણે પヘમિ ભારતનું સર્વશ્રેષ્ઠ વેજિટેરિયન રેસ્‍ટોરન્‍ટ હોવું એ દરેક નાગરિક માટે ગર્વની બાબત છે. આ ભવ્‍ય સફળતા બદલ ગ્રાહકોનો આભાર વ્‍યક્‍ત કરતાં સંચાલકો ધવલ કારિયા (મો. ૯૬૨૪૯ ૩૫૯૩૫) અને મીત કારિયા (મો. ૯૬૨૪૦૩૫૬૩૫) પર ચોતરફથી શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે

તસ્‍વીરમાં કૈલાશ પર્વતના સંચાલકો સર્વશ્રી ધવલ કારીયા, મિત કારીયા અને હોટલના સીઆરએમ ધ્રુવ વાસવાણી નજરે પડે છે.

(2:58 PM IST)