તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ૧૨૧-મી જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલી
મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ અને સહિતના જોડાયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧ સપ્ટેમ્બરના સોમવારે ઉચ્છંગરાય ઢેબરની ૧૨૧-મી જન્મ જયંતિ પ્રસંગે તેઓની ત્રિકોણબાગ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી મસ્તક નમન અને પ્રણામ કરતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને કોર્પોરેટરશ્રીઓ. ઉચ્છંગરાય નવલશંકર ઢેબર(૧૯૦૫-૧૯૭૭) એ ભારતના એક સ્વાતંત્ર્યસેનાની હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા અસ્તિત્વમાં આવેલ બનેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીતરીકે ૧૯૪૮ થી ૧૯૫૪ દરમ્યાન પદભાર સંભાળ્યો હતો. આ પુષ્પાંજલી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ ભટ્ટ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ.(
(4:26 PM IST)










