તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
વાડીએ કોબીજનું શાક અને રોટલા ખાધા બાદ પાંચ લોકોને ઝાડા ઉલ્ટી
વાંકાનેરના રૂપાવટી ગામનો બનાવઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટઃ વાંકાનેરના રૂપાવટી ગામે રહેતાં શીવાભાઇ ભલાભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૫), જેસાભાઇ શામજીભાઇ ગાંગાણી (ઉ.વ.૫૦), લાભુબેન શીવાભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦), સંગીતાબેન સાગરભાઇ ગાંગાણી (ઉ.વ.૩૦) અને ધનીબેન જેસાભાઇ ગાંગાણી (ઉ.વ.૪૪)ને ફૂડ પોઇઝનીંગ થતાં ઝાડા-ઉલ્ટી થઇ જવાથી વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ગઇકાલે વાડીએ કોબીજનું શાક અને રોટલા બનાવની ખાધા બાદ તબીયત બગડી હોવાનું જણાવાયું હતું.
(2:54 PM IST)










