<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

રોડ, મકાન કે દુકાન બધેથી ‘મહેફિલ'ના સામાન સાથે વેપારી સહિત પાંચ પકડાયા

બોલો... ચુનારવાડમાંથી ૭૦ વર્ષના વૃધ્‍ધા દારૂ સાથે ઝડપાયા : બી-ડીવીઝન, એલસીબી ઝોન-ર, થોરાળા અને માલવીયાનગર પોલીસના નરસિંહનગર, નેહરૂનગર, ખોડીયારપરા, ચુનારાવાડ અને ઉમીયાચોક મળી પાંચ સ્‍થળે દરોડા

રાજકોટ, તા. ૧૮: રાજકોટ આર.ટી.ઓ. કચેરી પાછળ નરસિંહનગર સોસાયટીમાં મફતીયાપરામાં મકાનમાં દરોડો પાડી બી-ડીવીઝન પોલીસે દોઢ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે એકને ઝડપી લઇ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

બી-ડીવીઝનના પીએસઆઇ એચ.એન. જેઠવા, હેડ કોન્‍સ્‍ટેબલ પ્રકાશભાઇ કોડીયાતર સહિતના સ્‍ટાફે બાતમીના આધારે નરસિંહનગર સોસાયટીમાં મફતીયાપરામાં રહેતા આકાશ જગશીભાઇ પરમાર (ઉ.વ. ૩પ) ના મકાનમાં દરોડો પાડયો હતો. તપાસ કરતાં ત્‍યાંથી અલગ અલગ વિદેશી દારૂના રૂા. ૧.પ૮ ચપલા મળી આવતા કબ્‍જે કરી તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.  બીજા દરોડામાં નાના મવા મેઇન રોડ પર નેહરૂનગરમાં રહેતા ભાવીન બહાદુરસિંહ દેવડા (ઉ.ર૭) ના મકાનમાં એલ.સી.બી. ઝોન-ર નાં હેડ કો. શકિતસિંહ ગોહીલ, ધર્મરાજસિંહ ઝાલા સહિતના સ્‍ટાફે દરોડો પાડી તેને રૂા. ર૩ હજારની દારૂની ર૧ બોટલ સાથે પકડી ફરાર નીરજ બહાદુરસિંહ દેવડાની શોધખોળ શરૂ કરી છે. ત્રીજા દરોડામાં બી ડીવીઝન પોલીસનાં હેડ કો. એન. પી. ચાવડા, સહિતના સ્‍ટાફે ભગવતીપરામાં ખોડીયાપરામાં રહેતા સોનલબેન પરેશભાઇ સોલંકી (ઉ.૪૦) ના મકાનમાંથી રૂા. ૧પ૦૦ ના દારૂના ચપલા સાથે તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં થોરાળા પોલીસનાં હેડ કો. હિતેષભાઇ પરમાર, વિક્રમભાઇ લોખીલ સહિતના સ્‍ટાફે ચુનારાવાડમાં રહેતા રમાબેન નાનજીભાઇ પરમાર (ઉ.૭૦) ના મકાનમાંથી રૂા. ૩૬૦ ના દારૂના બે ચપલા સાથે તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પાંચમાં દરોડામાં માલવીયાનગર પોલીસનાં હેડ કો. એન. બી. બારૈયા, કો. રણજીતભાઇ પઢારીયા સહિતના સ્‍ટાફે ૧પ૦ ફુટ રીંગ રોડ પર ઉમીયા ચોક પાસે આવેલ બાલાજી સેન્‍ડવીચ નામની દુકાનમાંથી ઇશાન કિશોરભાઇ કડવાણી (ઉ.૪૦) રહે. તુલસી એપાર્ટમેન્‍ટ, કાલાવડ રોડને દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો

(2:38 PM IST)